કપાસમાં થતી ગુલાબી ઈયળથી પરેશાન છો? ખેડૂતોએ કપાસના પાકને બચાવવા શું કરવું જોઈએ, સરકારે આવું કરવાનું કહ્યું

  • April 19, 2025 12:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખરીફ સીઝન વર્ષ ૨૦૨૫માં કપાસના પાકની વાવણીને ધ્યાને રાખીને ખેતરમાં ગુલાબી ઇયળ એટલે કે, પિંક બોલવોર્મ નામની જીવાતથી કપાસને બચાવવા માટે કપાસનું વાવેતર કરવા ઈચ્છુક ખેડૂતોએ હાલ ઉનાળા દરમિયાન જ કેટલાક આગોતરા પગલા લેવા જરૂરી છે.​​​​​​​


ખેતી નિયામક કચેરી દ્વારા સૂચવાયેલા પગલા 

  • ખેડૂતોએ ખેતરમાં ઉનાળા દરમિયાન ઊંડી ખેડ કરવી જોઈએ, જેથી જમીનમાં અગાઉના કપાસના પાકના અવશેષોમાં રહેલી ગુલાબી ઇયળના કોશેટા સૂર્ય પ્રકાશની ગરમીથી તેમજ કુદરતી ભક્ષકો દ્વારા નાશ પામે.
  • કપાસ પાકની વાવણી કરતાં પહેલાં જ ખેતરમાં રહેલા જૂના પાકના અવશેષોને વીણીને તેનો નાશ કરવો જોઈએ.
  • કપાસના ખેતરની ફરતે આજુ-બાજુના વિસ્તારમાં પાકનો કચરો કરસાંઠી અથવા અવશેષોના ઢગલાં કરવાનું ટાળવું જોઈએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application