જામનગરમાં વિદેશી દારૂ સાથે એક ઝબ્બે : એક ફરાર

  • June 05, 2026 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં વિદેશી દારૂ સાથે એક ઝબ્બે : એક ફરાર

પટેલ કોલોનીમાં દારૂના ટીન સાથે એકની અટકાયત

જામનગરના લક્ષ્મી બંગલો સોસાયટી વિસ્તારમાં પોલીસે દરોડો પાડી દા‚ અને વાહન કબ્જે કર્યા હતા જયારે પટેલ કોલોનીમાં દારૂ સાથે એક ઝપટમાં આવ્યો હતો. 

જામનગરના નાઘેડીમાં રહેતા અજયસિંહ દિનેશસિંહ સોલંકીએ એકટીવા નં. જીજે૧૦ઇઇ-૮૦૪૨માં વિદેશી દારૂના ૩૦ ચપલા વેચાણ અર્થે રાખ્યા હતા, તેમજ આરોપી દિવ્યેશના ઘરમાંથી ઇંગ્લીશ દારૂ વોડકાની ૨૪ બોટલ તથા વ્હીસ્કીની ૩૬ બોટલ મળી આવી હતી.

પોલીસ દ્વારા કુલ ૭૦૮૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો અને અજયસિંહને પકડી લીધો હતો, રેઇડ દરમ્યાન જામનગરના દિવ્યેશ ઉર્ફે કિશન વિજયદાસ મેસવાણીયા ફરાર થઇ ગયો હતો.

આ ઉપરાંત લાલવાડી વર્ધમાનનગરમાં રહેતા મકાન લે-વેચનું કરતા કશ્યપ અ‚ણ અગ્રાવતને ઇંગ્લીશ દારૂના બે ટીન સાથે પટેલ કોલોની-૬ પાસેથી પકડી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News