ખંભાળિયાના સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ રોડ પર કારમાં અચાનક આગ ભભૂકી

  • June 05, 2026 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાના સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ રોડ પર કારમાં અચાનક આગ ભભૂકી

કારચાલકની સમયસૂચકતાથી મોટી જાનહાનિ ટળી, ફાયર ટીમે આગ પર મેળવ્યો કાબૂ

ખંભાળિયા ખાતે ગઈકાલે બપોરના સમયે એક ચાલુ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠવાની ઘટના સામે આવી છે. શહેરના સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ રોડ ઉપર આવેલા વાડી વિસ્તારમાંથી એક ગાડી પસાર થઈ રહી હતી, તે દરમિયાન અચાનક જ તેમાં આગ લાગી ગઈ હતી. જો કે, આગ લાગતાની સાથે જ કાર ચાલકે અદ્ભુત સમયસૂચકતા વાપરી હતી અને તેઓ તુરંત જ ગાડીની બહાર નીકળી ગયા હતા, જેના કારણે એક મોટી હોનારત ટળી હતી અને આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
​​​​​​​
આ ઘટના અંગે ૧૧૨ હેલ્પલાઇન નંબર દ્વારા તુરંત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ ગાડીમાં લાગેલી આગને સંપૂર્ણપણે બુઝાવી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ગાડીમાં આગ કયા કારણોસર લાગી તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ ધોમધખતા ઉનાળામાં બપોરના સમયે બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News