રાજકોટમાં વધુ એક હીટ એન્ડ રનની ઘટના બની હતી. રાત્રિના ન્યારી ડેમના પાટિયા પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલી કાર ડિવાઈડર તોડી સામેથી આવી રહેલા ઝોમેટોના ડિલિવરી બોયના બાઈક સહિત હડફેટે લીધો હતો. અહીં પાનની કેબીને ઉભેલા અન્ય એક યુવાનને પણ હડફેટે લીધો હતો જેથી નાસભાગ મચી જવા પામી હતી.
અકસ્માત બાદ કારચાલકે વાહન હંકારી મૂક્યું હતું. દરમિયાન તાલુકા પોલીસે તેનો પીછો કરી સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીકથી અકસ્માત સર્જનાર આ કારચાલકને ઝડપી લીધો હતો. અકસ્માતમાં બંને યુવાનોને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે તાલુકા પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવ બાદ અહીં નાસભાગ મચી જવા પામી હતી
અકસ્માતના આ બનાવ અંગે મવડી પાળ ગામ રોડ પર લાલુભાઈ પારેખ ટાઉનશિપમાં રહેતા અને ઝોમેટામાં ડીલેવરી બોય તરીકે નોકરી કરનાર હિતેશ પ્રવીણભાઈ જસાપરા (ઉ.વ 43) દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રિના તે કેવી ચોક પાસે નેચરલ આઈસ્ક્રીમ દુકાનેથી આઈસ્ક્રીમનું પાર્સલ લઇ ફોનિક્સ રિસોર્ટ ઈશ્વરીયા મેઈન રોડ પર ડિલિવરી કરવા માટે જતો હતો ત્યારે ન્યારી ડેમના પાટિયા પાસે માધવ મહેલ બિલ્ડીંગ સામે રાત્રિના 11:00 વાગ્યે પહોંચતા અહીં સામેથી પુરપાટ ઝડપે ધસી આવેલી કાર નંબર જીજે 3 એલજી 9232 ડિવાઇડર ટપી યુવાનને બાઈક સહિત અડફેટે લીધો હતો. અહીં બાજુમાં જ પાનની કેબિન આવેલી હોય ત્યાં ઉભેલા સાવન ચોટલીયા (ઉ.વ 18 રહે. અવધના ઢાળિયા પાસે) ને પણ હડફેટે લીધો હતો અને કેબિનમાં પણ નુકસાની કરી હતી. બનાવ બાદ અહીં નાશભાગ મચી જવા પામી હતી.
યુવાન સાવન ચોટલીયાને પગમાં ચાર જેટલા ફ્રેક્ચર થઈ ગયા
અકસ્માતમાં ઘવાયેલા બંને યુવાનોને 108 મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરિયાદી હિતેશ જસાપરાના પગનો ગોળો ભાંગી ગયો હોવાનું તેમજ અન્ય યુવાન સાવન ચોટલીયાને પગમાં ચાર જેટલા ફ્રેક્ચર થઈ ગયા માલુમ પડ્યું હતું.
કારચાલક પોતાની કાર લઈને નાસી છૂટ્યો હતો
બીજી તરફ અકસ્માતની આ ઘટના બાદ કારચાલક પોતાની કાર લઈને નાસી છૂટ્યો હતો. તાલુકા પોલીસે આ કારચાલકનો પીછો કરી સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેથી તેને ઝડપી લીધો હતો. તેની પૂછતાછ કરતા તેનું નામ ઋત્વિક મકવાણા હોવાનું માલુમ પડ્યું હતું. કારચાલક નશો કરી વાહન ચલાવતો હતો કે કેમ? તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકાળઝાળ ગરમીમાં રાહત આપતા ટોપી-ગોગલ્સની ખરીદી વધી
April 28, 2025 04:22 PMપોરબંદરમાં બાંગ્લાદેશી ઘુસણખોરો અંગે પોલીસે હાથ ધરી તપાસ
April 28, 2025 04:17 PMફિશિંગ કરતી વખતે અથવા મચ્છીના દંગામાં શંકાસ્પદ વ્યક્તિ જણાય તો માહિતી આપો
April 28, 2025 04:16 PMપોરબંદરમાં પરપ્રાંતીયોને કામે રાખનારા મચ્છીના દંગાના આઠ માલિકો સામે થઇ ફરિયાદ
April 28, 2025 04:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech