ઉનાળો ધીમે ધીમે તેનો અસલ રંગ બતાવતો જાય છે ત્યારે ગરમીના વધતા પ્રમાણથી માથા અને આંખોના રક્ષણ માટે ઉપાયો કરવા અતિ આવશ્યક છે ત્યારે ભાવનગર શહેરમાં ગોગલ્સ અને ટોપીનું વેચાણ વધ્યું છે.
દર વર્ષે ઉનાળો શરૂ થતાંની સાથે ભાવનગર શહેરમાં ટોપી અને ગોગલ્સ નું વેચાણ શરૂ થઈ જાય છે.શહેરના ગંગાજળિયા તળાવ,રૂપમ,એમ.જી રોડ, વોરાબજાર, ઘોઘા જકાતનાકા, નિલમબાગ સર્કલ,બોર તળાવ વગેરે વિસ્તારમાં અવનવી ફેન્સી ટોપીઓ અને મનમોહક રંગીન ગોગલ્સ ના વેચાણના સ્ટોલ્સ શરૂ થઈ જાય છે અને તેનું વેચાણ શરૂ થાય છે. ગરમી સામે રક્ષણ મેળવવા ટોપી અતિ આવશ્યક ચીજ બની ગઈ છે.એપ્રિલ અને મે માસમાં ગરમી આકરી બને છે.આથી લૂ લાગવાથી બચવા માટે ટોપી જરૂરી છે.ગરમીથી રક્ષણ મેળવવા સફેદ રંગની ટોપી સૌથી મહત્વની છે .કારણ કે સફેદ રંગ ગરમીથી બચવા માટે સૌથી ઉતમ છે.મોટી વયના લોકો મોટા ભાગે સફેદ રંગની ટોપી પસંદ કરે છે. જો કે યુવા વર્ગ અને મધ્ય વયના લોકો મોટા ભાગે રંગીન ફેન્સી ટોપીઓ પસંદ કરે છે. રંગબિરંગી અને વિવિધ રંગની અને સ્ટાઇલની ટોપીઓ અનેરૂ આકર્ષણ જમાવે છે.અનેક લોકો વિવિધ લખાણોવાળી ટોપીઓ પસંદ કરે છે.મહિલા વર્ગ પણ ટોપી પહેરે છે. ટોપીના ભાવ રૂ.૭૦ થી રૂ.૧૫૦ છે .તો કેટલીક પી - કેપ અને વિશિષ્ટ ટોપા ના ભાવ રૂ ૨૦૦ થી રૂ. ૩૦૦ અને તેનાથી વધુ છે. ગરમીથી રાહત મેળવવા ગોગલ્સ ની માંગ પણ ઉનાળામાં વધે છે.વિવિધ રંગના મનમોહક ગોગલ્સ ના સ્ટોલસ અને તેનું વેચાણ શરૂ થઈ જાય છે.ગોગલ્સ રસ્તા પરના સ્ટોલસમા રૂ.૫૦થી ૧૫૦માં મળી રહ્યા છે.જ્યારે દુકાનોમાં રૂ.૨૦૦થી લઇ રૂ.૧૦૦૦ કે તેનાથી વધુ ભાવે વેચાઇ રહ્યા છે.વિદેશી કંપનીઓના ગોગલ્સના ભાવ રૂ. ૩૦૦૦થી રૂ.૧૦૦૦૦ સુધી છે.ગોગલ્સ ગરમીથી રક્ષણ મેળવવા ઉપરાંત દ્વિચક્રી વાહનો પર આંખમાં ધૂળ કે જીવાત ન જાય તે માટે પણ ઉપયોગી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationન્યારી ડેમ નજીક અકસ્માત સર્જી નાસી રહેતા કારચાલકનો પીછો કરી લોકોએ દંડાવાળી કરી, જુઓ Video...
April 28, 2025 05:39 PMજામજોધપુરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દ્વારા મહારેલીનું આયોજન
April 28, 2025 05:35 PMહળવદ:ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે તંત્રની અણ આવડતને લીધે હજારો લિટર પાણીનો વેડફાટ
April 28, 2025 05:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech