ખંભાળિયાથી આશરે 12 કિલોમીટર દૂર વિંઝલપર ગામના પેટ્રોલ પંપ પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 11 બી.આર. 4200 નંબરના એક મોટરકારના ચાલકે આ માર્ગ પર જઈ રહેલા જી.જે. 10 એ.જી. 4216 નંબરના મોટરસાયકલ ચાલક રવિ કણજારીયા સાથે અકસ્માત સર્જતા તેમને ફ્રેકચર સહિતની ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે રવિના પિતરાઈ ભાઈ નીતિનભાઈ પ્રવીણભાઈ કણજારીયા (ઉ.વ. 38) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે કારચાલક સામે ગુનો નોંધ્યો છે.
સામાન્ય બાબતે યુવાન પર હુમલા સબબ દંપતી સામે રાવ
કલ્યાણપુર તાલુકાના મણીપુર હાબરડી ગામે રહેતા બુધાભાઈ હરદાસભાઈ અરજણભાઈ ચાવડા નામના 18 વર્ષના યુવાન સાથે નાલુ બંધ કરવા બાબતે બોલાચાલી કરી, આ જ વિસ્તારમાં રહેતા પાલાભાઈ ગોવિંદભાઈ ચાવડા તેમજ તેમના પત્ની જયાબેન દ્વારા લાકડાની ઘોડી વડે માર મારી, ઈજાઓ કરવા સબબ કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
વેરાડના યુવાનનું બાઈક હંકારી જતા તસ્કરોની શોધખોળ
ભાણવડ તાલુકાના વેરાડ ગામે રહેતા મુકેશભાઈ ઠાકરશીભાઈ નકુમ નામના 42 વર્ષના દલવાડી યુવાનનું રૂ. 35 હજારની કિંમતનું સ્પ્લેન્ડર મોટરસાયકલ તેમના ઘર પાસેથી ગત તા. 19 ના રોજ કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
June 03, 2025 03:05 PMવિપક્ષી દળોની બેઠકમાં 16 પાર્ટીએ ભાગ લીધો, આપ-એનસીપી દૂર રહી
June 03, 2025 03:02 PMસગીરા સાથે બળજબરી-પજવણી કરનાર શખ્સને પાંચ વર્ષની કેદ
June 03, 2025 02:55 PMશેરબજારમાં અચાનક ભૂકંપ, સેન્સેક્સ 800 પોઈન્ટ ગગડ્યો
June 03, 2025 02:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech