ધમકી મળ્યા બાદ બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ઈ-મેઈલ કરનારની તપાસ કરવામાં આવી રહી છે. ઈ-મેલ કરનાર સામે ગુનો નોંધવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, આજે આઈપીએલની ફાઇનલ વચ્ચે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અમદાવાદમાં એસપી રિંગરોડ પર આવેલી જીનિવા લિબરલ સ્કૂલને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો છે. સ્કૂલે આ ધમકી અંગે પોલીસ-ડીઈઓ કચેરીને જાણ કરી છે. રેપકેસમાં પોલીસનું ધ્યાન ખેંચવા માટે સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી અપાઈ છે.
આ અંગે અમદાવાદ શહેર ડીઈઓ રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે સ્કૂલને ધમકી મળતાં સ્કૂલે પોલીસને અને ડીઈઓ કચેરીને જાણ કરી છે. સ્કૂલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સ્કૂલને સપોર્ટ કરવા પોલીસને જાણ કરવામાં આવી છે. સ્કૂલમાં બિનઅધિકૃત વ્યક્તિને ન આવવા દેવા પણ જણાવવામાં આવ્યું છે.
સ્કૂલને જે ઈ-મેઈલ કરવામાં આવ્યો છે એમાં દુષ્કર્મ અને દહેજના એક કેસને લઈ વાત કરવામાં આવી છે. પોલીસ આ કેસમાં ઊંઘતી હોવાનો અને યોગ્ય તપાસ ન કરી રહી હોવાનો આક્ષેપ કરાયો છે. મેલમાં આક્ષેપ કરાયો છે કે વર્ષ 2023માં હૈદરાબાદની એક હોટલમાં યુવતી પર થયેલા રેપના કેસમાં પોલીસનું ધ્યાન ખેંચાય એ માટે શાળામાં બ્લાસ્ટ કરીશું. રેપમાં દિવિજ નામનો ઉલ્લેખ કરાયો છે. દિવિજનાં માતા-પિતા દ્વારા પુત્રવધૂ પાસે એક કરોડના દહેજની માગણી કરી હોવાનો આક્ષેપ કરાયો છે. સવાલ ઉઠાવાયો છે કે દિવિજનાં માતા-પિતા સામે દહેજના કેસમાં કોઈ કાર્યવાહી કેમ નથી થઈ રહી?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઓપરેશન સિંદૂર દરમિયાન પાક.ના પરમાણુ બોમ્બ કમાન્ડ સેન્ટરને ભારે નુકસાન થયું હતું
June 05, 2025 10:57 AMઝૂમ મીટિંગમાં અપમાનિત થયેલા યુવકે ઓફીસના ટોક્સિક કલ્ચરનો પર્દાફાશ કર્યો
June 05, 2025 10:49 AMવડીયા : પોલીસ સ્ટેશન ખાતે યોજાઈ શાંતિ સમિતિની બેઠક
June 05, 2025 10:37 AMધારી : પોલીસ સ્ટેશન ખાતે મળી શાંતિ સમિતિની બેઠક
June 05, 2025 10:34 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech