'તમે સૂટ કેમ નથી પહેરતા?' પત્રકારે ઝેલેન્સકીને કપડાં અંગે સવાલ કરતા મળ્યો આ જવાબ

  • March 01, 2025 04:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી અમેરિકામાં વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધમાં શાંતિ સ્થાપિત કરવા અંગે ઉગ્ર ચર્ચા થઈ. આ પછી યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી પત્રકારોના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. પછી એક પત્રકારે ઝેલેન્સકીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ એક વિચિત્ર પ્રશ્ન પૂછ્યો કે તેમણે યુએસ ઓફિસની મુલાકાત લેતી વખતે સૂટ કેમ ન પહેર્યું?


ઝેલેન્સકીએ પ્રશ્નનો જવાબ આપ્યો


"તમે સૂટ કેમ નથી પહેરતા?", રીઅલ અમેરિકાઝ વોઇસના મુખ્ય સંવાદદાતા બ્રાયન ગ્લેને ઝેલેન્સકીને પૂછ્યું. શું તમારી પાસે કોઈ સુટ છે? તમે દેશના સર્વોચ્ચ કાર્યાલયની મુલાકાત લેવા આવ્યા છો. અમેરિકામાં ઘણા લોકો તમારાથી ગુસ્સે છે કારણ કે તેમને લાગે છે કે તમે ઓફિસની ગરિમાનો આદર નથી કરતા.


આ પ્રશ્નનો જવાબ આપતા ઝેલેન્સકીએ કહ્યુ કે  “આ યુદ્ધ પૂરું થયા પછી હું આવા કપડાં પહેરીશ. કદાચ તમારા જેવા અથવા કદાચ તેનાથી પણ સારા. મને ખબર નથી. કદાચ આનાથી સસ્તા પણ હોય શકે.


ઝેલેન્સકીના કપડાં પર પહેલા પણ ટિપ્પણીઓ થઈ ચૂકી છે


ઓવલ ઓફિસમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળતી વખતે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કાળું પેન્ટ, સ્વેટશર્ટ અને કાળા બૂટ પહેર્યા હતા. જોકે, આ પહેલી વાર નહોતું જ્યારે કોઈએ યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીના યુએસ પ્રવાસ દરમિયાન તેમના કપડાં પર ટિપ્પણી કરી હોય. ડિસેમ્બર 2024 માં, ઝેલેન્સકીએ પેરિસમાં નોટ્રે ડેમ કેથેડ્રલના પુનઃઉદઘાટન સમારોહ અને એલિસી પેલેસમાં ટ્રમ્પ અને ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથેની મુલાકાત સમયે પણ એક જ સરખા કપડા પહેર્યા હતા.


ટ્રમ્પે ઝેલેન્સકીના પોશાક પર પણ ટિપ્પણી કરી હતી


ઓવલ ઓફિસમાં મીટિંગ પછી ઝેલેન્સકી વેસ્ટ વિંગમાં પોતાનો કાફલો છોડીને જતા રહ્યા. આ દરમિયાન, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તરત જ તેના પોશાક પર ટિપ્પણી કરી. ડોનાલ્ડ ટ્રમ્પે કટાક્ષમાં કહ્યું, "આજે તમે સારો પોશાક પહેર્યો છે."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application