નાના દરની ચલણની તંગીથી લોકોને મુશ્કેલી
ખંભાળિયા તથા આસપાસના જિલ્લાઓમાં હાલ લગ્નસરાની મોસમ પૂર બહારમાં ખીલી છે. ત્યારે આ માહોલમાં લોકોના વ્યાપાર, વ્યવહાર અને ખરીદ-વેચાણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી બજારમાં રૂ. 10 તથા રૂ. 20 ના દરની નોટોની અછત સર્જાતા નાના ધંધાર્થી તેમજ વેપારીઓને તેમના રોજિંદા વ્યવહારમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
હાલ લગ્નસરાની મોસમમાં નાના દરના ચલણની ખાસ જરૂરિયાત હોય છે. ખાસ કરીને વેપારીઓને ગ્રાહકો સાથેની લેવડ-દેવડમાં છૂટા પૈસાની ઉપલબ્ધતા ઓછી હોવાને કારણે વેપારીઓને ગ્રાહકોને યોગ્ય વ્યવહાર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિના કારણે પેપર કરન્સી ઉપરાંત ડિજિટલ પેમેન્ટના વિકલ્પોને અનુસરવા માટે વેપારીઓ મજબુર બન્યા છે.
સ્થાનિક વેપારીઓએ માંગણી કરી છે કે આ સમસ્યાના ઉકેલ માટે બેન્કો તેમજ સંબંધિત નાણાકીય સંસ્થાઓ તાત્કાલિક પગલાં લે. તેઓએ રૂ. 10 અને રૂ. 20ના ચલણને પૂરતું ઉપલબ્ધ કરાવી સ્થાનિક બજારને સહાય કરવા માટે માંગણી વ્યક્ત કરી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાણાકીય સંસ્થાઓ દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો વેપારીઓ તથા ગ્રાહકો બંનેને સુગમ વ્યવહાર માટે સહાય મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વીજ જોડાણના નિયમોમાં કર્યા ઐતિહાસિક ફેરફાર
April 22, 2025 06:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech