રાજકોટમાં ડહોળા અને દુગધયુકત પાણીના વિતરણની ફરિયાદો રોજિંદી બની છે ત્યારે આજે મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૧૭માં ઢેબર રોડ ઉપર ભકિતનગર નજીક આવેલી સાધના સોસાયટીમાં છેલ્લા એક સાહથી પ્રદુષિત પાણીનું વિતરણ થતા રહીશોએ આજે હોબાળો મચાવ્યો હતો અને જો હવે વહેલી તકે આ પ્રશ્ન નહીં ઉકેલાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.
વિશેષમાં આ અંગે આજે સવારે ટોળા સ્વપે એકત્રિત થયેલા સાધના સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે છેલ્લા એક સાહથી દુગધ યુકત ગંદુ પાણી આવી રહ્યું છે. આ મામલે મહાપાલિકામાં વારંવાર રજુઆત કરવા છતાં પણ પ્રશ્ન ઉકેલાયો નથી. પ્રદુષિત પાણીના વિતરણને કારણે સોસાયટીમાં કોલેરાનો રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે. આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા આંદોલન કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસુમરા સમાજ દ્વારા 11 દિકરીના સમુહ લગ્ન તથા 11 મી શરીફનું આયોજન કરવામાં આવ્યું
November 26, 2024 08:21 PMશિયાળાની ઋતુમાં પાકને જીવાતોથી બચાવવાની સરળ રીત...જાણી લો
November 26, 2024 07:57 PMજીરૂ, વરીયાળી, ધાણા, મેથી, અજમો અને સુવાના પાકને રોગ-જીવાતથી બચાવવાના ઉપાયો
November 26, 2024 07:55 PM'આપણું બંધારણ આપણા વર્તમાન અને ભવિષ્ય માટે માર્ગદર્શક', પીએમ મોદીએ 26/11ના હુમલાને પણ કર્યો યાદ
November 26, 2024 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech