'આપણું બંધારણ આપણા વર્તમાન અને ભવિષ્ય માટે માર્ગદર્શક', પીએમ મોદીએ 26/11ના હુમલાને પણ કર્યો યાદ

  • November 26, 2024 09:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સંવિધાન દિવસના અવસર પર પીએમ મોદીએ કહ્યું કે બંધારણની શક્તિ છે કે જમ્મુ-કાશ્મીરમાં બંધારણ લાગુ કરી શકાયું.


75માં બંધારણ દિવસના અવસર પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે (26 નવેમ્બર) સુપ્રીમ કોર્ટના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમને સંબોધિત કરતા સમયે તેમણે કહ્યું કે ભારતીયોને ઝડપી ન્યાય મળે તે સુનિશ્ચિત કરવા માટે નવો ન્યાયિક સંહિતા લાગુ કરવામાં આવી છે. સજા આધારિત વ્યવસ્થા હવે ન્યાય આધારિત વ્યવસ્થામાં બદલાઈ ગઈ છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી.


પીએમ મોદીએ કહ્યું, “આપણા બંધારણે દેશની દરેક અપેક્ષાઓ અને જરૂરિયાતો પૂરી કરી છે. બંધારણની તાકાતને કારણે જ આજે બાબા સાહેબનું બંધારણ જમ્મુ-કાશ્મીરમાં સંપૂર્ણ રીતે લાગુ થઈ ગયું છે. જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ વખત બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી. આજે ભારત પરિવર્તનના મોટા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને ભારતનું બંધારણ આપણને રસ્તો બતાવી રહ્યું છે."


26/11નો હુમલાને પણ કર્યો યાદ

26 નવેમ્બરે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાને યાદ કરતાં સમયે પીએમ મોદીએ કહ્યું, "જ્યારે આપણે લોકશાહીના આ મહત્વપૂર્ણ તહેવારને યાદ કરીએ છીએ, ત્યારે આપણે એ ભૂલી શકીએ નહીં કે આજે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાની વરસી પણ છે. આ હુમલામાં માર્યા ગયેલા લોકોને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. હું દેશના સંકલ્પને પણ પુનરોચ્ચાર કરું છું કે ભારતની સુરક્ષાને પડકારનારા દરેક આતંકવાદી સંગઠનને જડબાતોડ જવાબ આપવામાં આવશે."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application