ગોંડલ તાલુકાના જામવાડી ગામ ખાતે એક અનોખો પ્રસંગ જોવા મળ્યો હતો. ગામમાં ૩૦ વર્ષથી સરપંચ તરીકે સેવા આપતા અને રાજકોટ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી તથા ગોંડલ નાગરિક બેંકના એમડી તરીકેની જવાબદારી નિભાવતા પ્રફુલભાઈ ટોળીયાના સુપુત્ર ચિ. લેરીશ ના લગ્ન પ્રસંગે ગીર ગૌ સંવર્ધનના રમેશભાઈ રૂપારેલીયા દ્વારા ભેટ સોગાત તરીકે એક ગીર ઓલાદની છ માસની વાછરડી (ગાય) આપવામાં આવી છે. આ ઝડપથી વિકસતા સમયમાં નોંધનીય બાબત છે અને જો આ રીતે દરેક લગ્ન પ્રસંગ વખતે વર્ષો પહેલાની પ્રણાલીને જીવંત કરવાના આશયથી વાછરડીઓનું કે ગાય માતાનું દાન કરવામાં આવે તો જે આ દેશ એક સમયે દૂધ ઘીની નદીઓ વહેતી હતી તેવું કહેવામાં આવતું તે દિશામાં ગતિ કરે. પ્રફુલભાઈ ટોળીયા પોતે પણ ગીર ગાય નું નિયમિત જતન કરે છે અને રમેશભાઈ રૂપારેલીયા પણ તેઓ સાથે નજીકની મિત્રતા ધરાવે છે તે અંતર્ગત લેરીશ અને સ્નેહાના લગ્ન સમયે યોજાયેલ સત્કાર સમારંભમાં ગીર વાછરડીનું દાન કર્યું તે બદલ ટોળીયા પરિવાર પણ હર્ષની લાગણી ધરાવે છે તેવું પ્રફુલભાઇ ટોળીયાએ જણાવ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસોનું ઘટીને રૂા.૯૯,૧૦૦: અખાત્રીજના મુહર્ત માટે ગ્રાહકોની ભાવ ઘટાડા પર મીટ
April 24, 2025 03:31 PMવાવડી ટીપી સ્કિમ નં.૨૬ અને ૨૭માં ૧૯૬ ફૂટ પહોળા રોડ, મહાપાલિકાને ૧૬૫ પ્લોટ મળશે
April 24, 2025 03:20 PMસુરતમાં શૈલેષભાઈ કળથીયાની અંતિમ યાત્રા નીકળી, પરિવારનું હૈયાફાટ રુદન
April 24, 2025 03:19 PMસર્વેશ્વર વોંકળાનું કામ ઝડપી બનાવવા એક એજન્સીને બબ્બે કામનો કોન્ટ્રાકટ
April 24, 2025 03:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech