વાવડી ટીપી સ્કિમ નં.૨૬ અને ૨૭માં ૧૯૬ ફૂટ પહોળા રોડ, મહાપાલિકાને ૧૬૫ પ્લોટ મળશે

  • April 24, 2025 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં વોર્ડ નંબર 12 માં વાવડી બબ્બે ટીપી સ્કિમો મંજુર થતા રાજકોટ મહાનગરપાલિકાને કરોડો રૂપિયાની કિંમતના 165 પ્લોટ મળશે તેમજ વાવડી વિસ્તારમાં ૩૦ ફૂટથી લઈને ૧૯૬ ફૂટ પહોળા રસ્તા બનશે નવા રોડ નેટવર્ક સાથે ટ્રાફિક સમસ્યા ઉકેલાશે તેમજ રોડ કનેક્ટિવિટી વધશે.

રાજકોટ મહાનગરપાલિકાની ટીપી બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 12ના વાવડી વિસ્તારની બે ટીપી સ્કીમો ગઈકાલે મંજૂર થઈ છે જેમાં વાવડી ટીપી સ્કીમ નંબર 26નું કુલ ક્ષેત્રફળ 175.91 હેક્ટર છે અને તેમાં એસઈડબલ્યુએસએચ, વાણિજ્ય વેચાણ, રહેણાંક વેચાણ, ગાર્ડન, પાર્કિંગ તેમજ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના વિવિધ હેતુઓના કુલ 89 રિઝર્વ પ્લોટ મહાનગરપાલિકાને મળશે જેનું કુલ ક્ષેત્રફળ બે લાખ 2,27,178 ચોરસ મીટર છે. આ આ ટીપી સ્કીમ માં કુલ 9 મીટર થી લઈને 60 મીટર સુધીની પહોળાઈ ના રસ્તાઓ ઉપલબ્ધ થશે અને કુલ 3,45,864 ચોરસ મીટર નું રોડ નેટવર્ક બનશે. વાવડી ટીપી સ્કીમ નંબર 26 નો વિસ્તાર મોટાભાગે ઔદ્યોગિક વિસ્તાર અને રહેણાંક વિસ્તાર ની આજુબાજુનો વિસ્તાર છે. તુલીપ પાર્ટી પ્લોટની પાછળના ભાગે આવેલ પરિન ફર્નિચર, મહંમદી બાગ તેમજ કાંગસિયાળી રોડ સુધી આ ટીપી સ્કીમનો વિસ્તાર આવે છે.

ટીપી બ્રાન્ચના સૂત્રોએ ઉમેર્યું હતું કે, જ્યારે વાવડી ટીપી સ્કીમ નંબર 27નું કુલ ક્ષેત્રફળ ૧૬૯.૯૨ હેક્ટરનું છે તેમાં વિવિધ હેતુના રિઝર્વેશનના કુલ 76 પ્લોટ રાજકોટ મહાનગરપાલિકાને ઉપલબ્ધ થશે અને રિઝર્વેશનના આ પ્લોટસનું કુલ ક્ષેત્રફળ 3,46,734 ચોરસ મીટર છે. આ સ્કીમમાં ૯ મીટર થી ૪૫ મીટર સુધીના ટીપી રોડ સુચવવામાં આવ્યા છે અને રોડ નેટવર્કનું કુલ ક્ષેત્રફળ 3,28,643 ચોરસ મીટર છે. આ ટીપી સ્કીમ રહેણાંક ઝોન ની સ્કીમ છે જેમાં આદર્શ હાઇરાઇઝ વાવડી ગામની પશ્ચિમ નો ભાગ તેમજ કાંગસિયાળી રોડ સુધીનો વિસ્તાર સમાવિષ્ટ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application