જામનગર દરેડમાં ગેરકાયદે ગેસના બાટલામાંથી રિફિલિંગ કરતાં બે શખ્સો ઝડપાયા

  • May 18, 2024 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૧ નંગ ખાલી અને ભરેલ બાટલા તથા ઇલેક્ટ્રિક વજનકાંટો વગેરે મુદ્દામાલ એસ. ઓ.જી. દ્વારા કબ્જે લેવાયો



જામનગર નજીક નાં દરેડ વિસ્તાર માંથી રાંધણ ગેસ ના બાટલા માંથી ગેરકાયદેસર રીફીલીંગ કરી જાહેર જનતા ના જીવને જોખમ માં મુકી તેનુ વેચાણ કરતા બે શખ્સ ને  કુલ રૂ.૩૨,૬૦૦  ના મુદામાલ સાથે જામનગર પોલીસ ની એસ ઓ જી  ટુકડી એ ઝડપી પાડ્યા  છે.


જામનગર પોલીસની એસ.ઓ.જી શાખા ના પોલીસ ઇન્સ્પેકટર  બી.એન.ચૌધરી તથા પોલીસ સબ ઈન્સપેકટર  એલ.એમ. ઝેરના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમા પેટ્રોલીંગ મા હતા.


દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફ ના ચંન્દ્રસિંહ જાડેજા , અનિરૂધ્ધસિંહ ઝાલા તથા તોસીફભાઈ તાયાણી ને બાતમી મળેલ કે, જામનગર નજીક નાં  દરેડ ઔધોગિક વિસ્તાર  માં આવેલ એપલ ગેઈટ થી અંદરના રોડ ઉપર આવેલ યલ્લો ગોલ્ડ કારખાના પાસે આવેલ બે દુકાન ની સામે જાહેરમાં ગેરકાયદેસર રીતે ગેસના ભરેલ બાટલા માંથી ગેસના ખાલી બાટલામા રીફીલીંગ કરી તેનુ ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવે છે .જે હકિકત આધારે એસ ઓ જી ની ટીમે દરોડો પાડયો હતો. અને  ત્યાથી દીપક હેમતભાઈ બેલા ( રહે.અયોધ્યા નગર -૭) અને  અઝિમ યુસુફભાઈ ખીરા ( રહે. મસિતાયા ) નામનાં  શખ્સો  માણસો ની જીંદગી જોખમાય તે રીતે બેદરકારીથી ગેરકાયદેસર રીતે ગેસના ભરેલ બાટલા માથી ગેસના ખાલી બાટલા મા ગેસ નુ રીફીલીંગ કરતા મળી આવતા બંનેની  અટકાયત કરી હતી.


આ જગ્યાએથી નાના મોટા ગેસ ભરેલ તથા ખાલી બાટલાઓ કુલ નંગ-૧૧ તથા બે ઈલેક્ટ્રીક વજન કાટાઓ મળી કુલ કી.રૂ.૩૨,૬૦૦ ની કિંમત   ના મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને બંને  આરોપી ઓ વિરૂધ્ધ પંચકોષી " બી " ડીવી. પો.સ્ટે. માં  અલગ અલગ બે ગુનો ઓ દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેકટર  બી.એન.ચૌધરી તથા પો.સ.ઈ. એલ.એમ.ઝેર તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application