કરાચીની જેલમાં મૃત્યુ પામેલ કોડીનાર પંથકના ખલાસીનો મૃતદેહ વતન લવાશે

  • November 20, 2024 01:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતના એક ખલાસીનું પાકિસ્તાનની જેલમાં મૃત્યુ થયું છે તેનો મૃતદેહ તા.૨૨/૧૧ ના વાઘા બોર્ડર ખાતે સોંપવામાં આવશે. 
પોરબંદરના માછીમાર આગેવાન અને માચ્છીમાર બોટ એસોસિએશનના પુર્વ પ્રમુખ જીવનભાઈ જુંગીએ જણાવ્યું હતુ કે, ગીર સોમનાથના કોડીનાર તાલુકાના નાનાવાડા ગામના હરિભાઈ કરશનભાઈ સોસા નામના ખલાસી ઓખાની બોટમાં ફિશિંગ કરવા ગયા હતા અને પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીએ કેટલાક વર્ષો પહેલા હરિભાઈને પકડી લીધા હતા અને ત્યારથી તેઓ પાકિસ્તાનના કરાચીની લાંધી જેલમાં હતા. 
ગત તા.૨૪ સપ્ટેમ્બરના આ લાંધી જેલમાં જ હરિભાઈ સોસાનું કોઈ કારણોસર મૃત્યુ થયુ હતુ.આથી પાકિસ્તાન ઇન્ડિયા પીસ ફોરમના આગેવાનોએ હરિભાઈ સોસાનો મૃતદેહ વતન મોકલી આપવા માટે માંગણી કરી હતી.અને તે અનુસંધાને તા.૨૨/૧૧ ના રોજ વાઘા બોર્ડર ખાતે આ માછીમારના મૃતદેહની ભારત સરકારને સોંપણી કરવામાં આવશે અને ત્યારબાદ અમૃતસર થઈ અમદાવાદ એરપોર્ટથી તા.૨૩/૧૧ ના નાનાવાડા ખાતે હરિભાઈ સોસાનો મૃતદેહ માદરે વતન પહોંચશે અને ત્યાં તેમની અંતિમવિધિ કરવામાં આવશે તેમ જીવનભાઈ જુંગી દ્વારા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application