દરેડમાં દેશી દારુ, આથો અને ભઠ્ઠીના સાધનો મળી આવ્યા
જામનગરના હિરજી મીસ્ત્રી રોડ પર મોટરસાયકલમાં દારુની એક બોટલ લઇને નીકળેલા બે શખ્સોને દબોચી લીધા હતા જયારે દરેડ વિસ્તારમાં એક મહિલાના મકાનેથી દેશી દારુ, આથો અને ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા.
જામનગરના ઢીચડા રોડ બળદેવનગરમાં રહેતા વેપારી પરબત દેવા માલાણી અને ચેમ્બર કોલોનીમાં રહેતા સોડા શોપમાં કામ કરતા અકરમ અબુ ચિનાઇ આ બંને શખ્સો મોટર સાયકલ નં. જીજે૩૭એફ-૦૦૧૮માં ગેરકાયદે વિદેશી દારુની ૧ બોટલ લઇ હિરજી મિસ્ત્રી રોડ પરથી નીકળતા સીટી-એ પોલીસે પકડી લીધા હતા. દારુ અને બાઇક મળી કુલ ૨૦૫૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.
આ ઉપરાંત દરેડ ગામમાં રહેતી કુંવરબેન વેજાણંદ ગુજરીયાના રહેણાંકે ૮ લીટર દેશી દારુ, ૧૫ લીટર આથો અને ભઠ્ઠીના સાધનો રેઇડ દરમ્યાન કબ્જે કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech