જામનગર-દ્રારકા જીલ્લાની ત્રણ બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો

  • October 07, 2025 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર એલ.સી.બી. સ્ટાફએ  જામનગર શહેરમાં ગર્વમેન્ટ કોલોની સામે, પત્રકાર સોસાયટી તરફ જતા ઢાળીયા પાસેથી એક બાઇક ચોરને ઝડપી લીધો છે.અને તેની પાસેથી ત્રણ ચોરાઉ બાઈક કબજે લીધા છે. તપાસ દરમ્યાન પાંચ શખ્સોની સંડોવણી ખુલી છે.


જામનગર એલસીબી પીઆઇ લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ મોરી, પીએસઆઇ કાંટલીયા અને સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી વર્કઆઉટ કરવામાં આવ્યુ હતું, દરમ્યાન મળેલ બાતમી આધારે પત્રકાર કોલોની તરફ જતા  રસ્તે ઢાળીયા પાસે મેહુલ નરશીભાઈ સોલંકી (રે. દરેડ ગોડાઉન પાસે, જામનગર) ની ઝડપી લઈ તેના કબ્જામાથી ૨ નંગ  મોટર સાયકલ  તથા રોકડ રૂપીયા ૧૫૦૦ થતા ગુનો કરવામા ઉપયોગ કરેલ એક મો.સા તેમજ  મોબાઇલ ફોન મળી કુલ ૧,૧૬,૫૦૦ નો  મુદામાલ કબજે કર્યો છે.


આરોપી ની પૂછપરછ માં તેની સાથે વાહન ચોરી કરનારા ભાવેશ નરશીભાઇ સોલંકી (રહે. દરેડ તા.જી.જામનગર), નવલેશ ઉર્ફે નવલો રાજુભાઇ ભાટી (રહે. તળાવની પાળ, જામનગર),  ઇશ્વરભાઇ જગદીશભાઈ મારવાડી (રહે. પોરબંદર), રાહુલભાઇ ઉર્ફે સીકો વાજેલીયા (રહે. ખંભાળીયા જી.દેવભૂમિ દ્રારકા) અને અનીલભાઇ વાજેલીયા (રહે. ખંભાળીયા જી.દેવભૂમિ દ્રારકા)ના નામ ખુલવા પામ્યા હતા. આથી પોલીસે આ પાંચેયને પણ ફરારી જાહેર કરી ને તેની શોધખોળ હાથ ધરી.છે.


આમ જામનગર સીટી-બી ડીવી પો.સ્ટે.,  જામનગર સીટી એ ડીવી પો.સ્ટે. અને  દેવભૂમિ દ્રારકા ના ભાણવડ પો.સ્ટે. ના બાઈક ચોરી ન ગુના નો ભેદ ઉકેલાયો છે. પોલીસે ત્રણ  મોટર સાયકલ કિ.રૂ. ૧,૧૦,૦૦૦ , રોકડ રૂપીયા ૧૫૦૦ અને ૫૦૦૦ની કિમત નો મોબાઈલ  મળી કુલ મુદામાલ રૂ. ૧,૧૬,૫૦૦ નો મુદામાલ કબજે લીધો છે.  એલસીબી પોલીસ ના હાથે પકડાયેલ આરોપી મેહુલ સોલંકી સામે રાજકોટ માં.પણ બે ગુના નોંધાઈ ચૂક્યા છે.
​​​​​​​

 આરોપી મેહુલભાઇ નરશીભાઇ સોલંકીએ પોતાના મિત્રોની સાથે મળી ચૌદ પંદર દિવસ પહેલા જામનગર શહેરમાં બસ સ્ટેન્ડની બાજુ માંથી એક હીરો સપ્લેન્ડર પ્લસ મો.સા.ની ચોરી કરેલ હતી. અને તે મો.સા. લઇ ભાણવડ તાલુકાના વેરાડ ગામે રાત્રીના સમયે એક મકાન માંથી ભગવાનના સોનાના દાગીના તથા રોકડ રૂપીયા ૨૫૦૦૦ ની તથા એક દુકાનની બહાર પાર્ક કરેલ હીરો સપ્લેન્ડર પ્લસ મો.સા. ની ચોરી કરેલ છે. અને આજ.થી આશરે છ દિવસ પહેલા જામનગર શહેરમાં જી.જી.હોસ્પીટલના પાર્કીંગમાંથી સાથે મળી મોટર સાયકલની ચોરી કરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application