નગરમાં બે બાઇક-રીક્ષા ચોરીમાં ટાબરીયા સહિત બે ઝબ્બે

  • February 03, 2024 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિસ્તારમાં વાહનોની ઉઠાંતરી કરી: મુદામાલ કબ્જે

જામનગર ગોકુલનગર સાયોના શેરી તેમજ નકુમ ટ્રેડર્સવાળી શેરીમાં થયેલ બાઇક અને રીક્ષા ચોરી કરનાર આરોપીને મુદામાલ સાથે સીટી-સી પોલીસે પકડી લીધો હતો આ ઉપરાંત સાયોના શેરી વિસ્તારમાં મોટરસાયકલની ચોરી કરનાર ટાબરીયાને અટકમાં લીધો હતો.
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ જામનગર જીલ્લામાંથી અનડીટેકટ ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે સુચના કરેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ સીટી-સી ડીવીઝન પોલીસ સ્ટેશન ગોકુલનગર સાયોના શેરી વિસ્તારમાંથી ગત તા. ૨૯ના એક સીએનજી રીક્ષા નં. જીજે૩એજે-૩૨૬૮ કિ. ૩૦ હજારની ચોરી થયેલ જે અંગે કલમ ૩૭૯ મુજબ ગુનોદાખલ થયેલ હોય જે ગુનો અનડીટેકટ હોય તેમજ ગોકુલનગર નકુમ ટ્રેડર્સ વિસ્તારમાથી જ તા. ૨૬ના રોજ એક હિરો હોન્ડા સ્પ્લેન્ડર નં. જીજે૧૦એસ-૫૬૮૯ કિ. ૩૫ હજારની ચોરી થયેલ જે ગુનો અનડીટેકટ હોય જેથી ઉપરોકત બંને ગુનઓ શોધી કાઢવા માટે સીટી-સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પ્રો. નાયબ અધિક્ષક નયના ગોરડીયાની સુચના તથા પીઆઇ જે.વી. ચૌધરીની સુચનાથી સર્વેલન્સ સ્કોડના પ્રો પીઆઇ કે.એસ. માણીયા તથા સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન ટેકનીકલ તથા હ્યુમન સોર્સ દ્વારા સ્ટાફના પો.કોન્સ હોમદેવસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, હર્ષદભાઇ પરમારને સંયુકત બાતમીદારોથી હકીકત મળેલ કે ઉપરોકત ચોરી થયેલ પૈકી ચોરીમાં ગયેલ મોટરસાયકલ સાથ એક ઇસમ ખોડીયાર કોલોની બકાલા માર્કેટ થી ગોલ્ડન સીટી તરફ આવતો હોય જે આધારે તેની વોચમા રહી વિશાલ રાજુ ચાવડા રહે. ગોકુલનગર સાયોના શેરી શીવનગર, ટાવરવાળી શેરીમાં જામનગર વાળાને પકડી પાડી પુછપરછ કરતા ઉપરોકત બંને ગુના પોતે કરેલની કબુલાત આપતા તેની પાસેથી મુદામાલ કબ્જે કરી મહેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
તેમજ સીટી-સી વિસ્તારમાંથી હીરો સ્પ્લેન્ડર નં. જીજે૧૦સીકયુ-૪૧૪૦ ચોરી થયેલ હોય જે અનડીટેકટ ગુનો શોધી કાઢવા ટેકનીકલ તથા હયુમન સોર્સ દ્વારા પો. કોન્સ વનરાજભાઇ ખવડ તથા પો.કોન્સ મહાવીરસિંહ જાડેજાને મળેલ બાતમી આધારે વોચમાં હતા દરમ્યાન મોટરસાયકલ સાથે એક ઇસમ નીકળેલ જે  ઉપરોકત ચોરીના મોટરસાયકલ સાથે પકડી પાડી ગુનો ડીટેકટ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
***
***
મોટી ગોપ વિસ્તારમાં કિંમતી મોબાઇલની ચોરી
જામજોધપુરના જીણાવારીથી મોટી ગોપ સુધીના રસ્તા પર કિંમતી મોબાઇલ ચોરાઇ ગયાની પોલીસ ફરીયાદ અજાણ્યા શખ્સ સામે કરવામાં આવી છે.
રાણાવાવના નગરપાલીકા પાછળ રહેતા અવેશ આદમભાઇ નાઇ (ઉ.વ.૨૪) નામનો યુવાન ગત તા. ૨૮ના રોજ કાલાવડ ગામે અંગત કામથી ગયા હતા, દરમ્યાન ધારાગઢ તરફ પરત ફરતી વેળાએ જીણાવારીથી મોટી ગોપ વચ્ચેના રોડ પર તેમનો ૫૦ હજારની કિંમતનો મોબાઇલ કયાંક પડી ગયેલ છે અથવા કોઇ ચોરી કરી ગયું છે જે અંગે અવેશભાઇએ ગઇકાલે જામજોધપુર પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application