ગરમીમાં મળશે થોડી રાહત: તાપમાનમાં ચાર ડિગ્રી સુધી ઘટાડો થવાની શકયતા

  • March 30, 2024 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્યપ્રદેશમાં સર્જાયેલી સાયકલોનિક સકર્યુલેશનની સિસ્ટમના કારણે મધ્યપ્રદેશ વિદર્ભ મધ્ય મહારાષ્ટ્ર્ર સહિતના વિસ્તારોમાં ગઈકાલે માવઠું થયું હતું અને તેની અસરના ભાગપે ડાંગ જિલ્લા ઉપરાંત બારડોલી સોનગઢ દાહોદ ગરબાડા સહિતના ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડો હતો. જોકે તેનાથી લોકોને ગરમીમાં થોડી રાહત મળી છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ સિસ્ટમની અસરના ભાગપે ગરમીમાં ઘટાડો થયો છે. અમદાવાદ એરપોર્ટ અને ગાંધીનગર સિવાય સમગ્ર રાયમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી નીચે આવી ગયું છે. આગામી બે થી ત્રણ દિવસમાં હજુ ચાર ડિગ્રી જેટલો ઘટાડો થવાની શકયતા છે.
શુક્રવારે રાજકોટમાં મહત્તમ તાપમાન ૩૮.૭ ડિગ્રી નોંધાયું હતું. નલિયામાં ૩૨.૫ પોરબંદરમાં ૩૪.૬ સુરેન્દ્રનગરમાં ૩૮.૮ અને ભુજમાં ૩૬.૭ ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાત્રિના તાપમાનમાં પણ વધારો થયો છે અને તેના કારણે રાત્રે મળતી રાહત છિનવાઈ ગઈ છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ હવા અને ભેજવાળા વાતાવરણને કારણે લોકોમાં બેચેનીનું પ્રમાણ વધી ગયું છે. દરિયાકાંઠાના વિસ્તારમાં આવું વાતાવરણ હજુ બે દિવસ યથાવત રહેશે તેમ જણાવાયું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર ના કારણે જમ્મુ કશ્મીર હિમાચલ પ્રદેશ સહિત હિમાલયન રિજનલમાં વરસાદ પડી રહ્યો છે. પંજાબ હરિયાણામાં પણ વરસાદની શકયતા છે. વાતાવરણના આ ફેરફારને કારણે થોડા દિવસો માટે ગરમીના વધારાને બ્રેક લાગી જવાની શકયતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application