સોમનાથનું આયુષ્યમાન કાર્ડ કેન્દ્ર દિવાળી પહેલાથી બંધ

  • November 19, 2024 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતના વડાપ્રધાનની જન આરોગ્ય યોજના હેઠળ કુટુંબ દીઠ વાર્ષિક દસ લાખની આરોગ્ય સારવાર માટે આયુષ્યમાન કાર્ડ યોજના અમલમાં છે. જેનો પ્રચાર–પ્રસાર અને સભાઓમાં ઉલ્લ ેખ તાળીઓના ગડગડાટથી ગજવાય છે.જનતાને આયુષ્ય કાર્ડ કાઢવા માટે પ્રભાસપાટણ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખાસ કેન્દ્ર ખોલવામાં આવ્યું હતું. આરોગ્ય કેન્દ્રના ઉપલા માળે રૂમ નંબર ૧૦૭માં ખોલાયેલ એ કેન્દ્ર સાવ શોભાના ગાંઠીયા જેવું જ છે. પ્રથમ તો ખાટલે મોટી ખોટ એ છે કે કોમ્પ્યુટર કામ કરવા માટે આ કેન્દ્રનું આઇડી જ બ્લોક છે.જેથી કોઇ જ કામગીરી થતી જ નથી માત્ર બોર્ડ જોઇને જ સંતોષ–હતાશા માનવી પડે છે.
તે માટે નિમણૂક કરાયેલ કર્મચારી તો આવે જ છે પણ ટેકિનકલ ખામી દૂર કરવામાં અક્ષમ્ય બેદરકારી પ્રજા પ્રત્યે નિષ્કાળજી દાખવવાને કારણે આઇડી બધં છે ને દિવાળી પહેલાથી જ કાર્ડ કઢાવવાનું સાવ બધં જ છે.
સરકારે પ્રચાર–પ્રસારમાં જણાવ્યું છે કે ૭૦ વર્ષર્થી વધુની વયના વડીલો માત્ર આધાર કાર્ડ રજૂ કરે એટલે તુરત આયુષ્યમાન કાર્ડ નીકળી જાય પણ આ કેન્દ્ર તો એવું છે કે, જે કામ જ નથી કરતું એથી આયુષ્ય પુરું થઇ જાય તો પણ કદાચ અંહીથી કાર્ડ નીકળે તેમ લાગતું નથી. પોપટ વાકય એક જ આઇડી બ્લોક છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application