મોટી પાનેલીની કુમકુમએ રચ્યો ઈતિહાસ લશ્કરમાં જોડાનારી ગામની પ્રથમ દીકરી

  • November 19, 2024 10:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આશરે ૧૩,૦૦૦ની વસ્તી ધરાવતા મોટી પાનેલી ગામમાં ઉત્સાહ અને ખુશાલીનો માહોલ જોવા મળ્યો હતો મોટી પાનેલીના ઇતિહાસમાં સૌપ્રથમ વખત રામાનંદી સાધુ સમાજની દીકરી પોતાની લશ્કરી ટ્રેનિંગ પૂર્ણ કરી મોટી પાનેલી પધારતા ગ્રામજનોએ ઉષ્માપૂર્વક તેમનું સ્વાગત સન્માન કરેલ મોટી પાનેલીના સામાન્ય પરિવાર દેવમુરારી મહેશભાઈની દીકરી કુમકુમ બેને સફળતાપૂર્વક બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરી મોટી પાનેલીના સ્ટેશન ઉપર પધારતા સમસ્ત ગ્રામજનો તેમના સ્વાગત માટે ઉમટી પડા હતા મોટી પાનેલીના તમામ સમાજના આગેવાનો જ્ઞાતિજનો તેમ જ સામાજિક રાજકીય  સંસ્થાના આગેવાનો આ દીકરીના સ્વાગત માટે હોસભેર પધાર્યા હતા કુમકુમ બેનને ખુલ્લ ી કારમાં બિરાજમાન કરી ડીજેના તાલે અને ભારત માતાની જયના નારા સાથે બુલદં અવાજમાં સમસ્ત ગ્રામજનોએ સ્વાગત રેલી ગામની મુખ્ય બજારોમાં ફેરવી અને કે.જે.પટેલ હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં કુમારી કુમકુમ બેનને તેમના પરિવાર સહિત તમામ સમાજના પ્રમુખઓ દ્રારા સન્માનિત કરવામાં આવેલ સાથે જ સામાજિક સંસ્થાઓ તેમજ રાજકીય આગેવાનો દ્રારા પણ કુમારી કુમકુમ બેનને તેમની આ પ્રસિદ્ધિ અને સફળતા ને વધાવી તેમનું સન્માન કરવામાં આવેલ વિશેષ ધોરાજી ઉપલેટા તાલુકાના ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયાએ પણ ગામનું ગૌરવ સમાન દીકરી માટે ખાસ સન્માનપત્ર મોકલી દીકરીને શુભેચ્છા પાઠવેલ આ તકે કુમારી કુમકુમ બેને પોતાને આ સિદ્ધિ હાંસલ કરવા માટે જે જે અડચણો અને સખત મહેનતની વાતો સમસ્ત ગ્રામજનો સમક્ષ રજૂ કરેલ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application