એગ્રીસ્ટેક-ફાર્મર રજિસ્ટ્રી અન્વયે ખેડૂત નોંધણીમાં ટેકનિકલ ખામીને લીધે પોર્ટલ પર અરજી ન થવા મુદ્દે ખેડૂતજોગ

  • November 22, 2024 05:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એગ્રીસ્ટેક-ફાર્મર રજિસ્ટ્રી અન્વયે ખેડૂત નોંધણીમાં ટેકનિકલ ખામીને લીધે પોર્ટલ પર અરજી ન થવા મુદ્દે ખેડૂતજોગ

ભારત સરકારશ્રી દ્વારા Digital Public Infrastructure for Agricultureના ભાગ રૂપે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ રાજ્યના તમામ ખેડૂતોના આધાર લીંક રજીસ્ટ્રેશન માટે ફાર્મર રજીસ્ટ્રી અમલી કરાઈ છે. જે અન્વયે તા. ૧૫/૧૦/૨૦૨૪થી રાજ્યમાં તમામ ગ્રામ્ય કક્ષાએ કેમ્પ મોડ મારફત રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
​​​​​​​હાલમાં ગુજરાત રાજ્યના ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર આવેલી ટેકનિકલ ખામીને કારણે રજીસ્ટ્રેશન થઈ શકતું નથી. આથી પોર્ટલ પરની ખામી દૂર કરી પોર્ટલ કાર્યરત કરાતા વિવિધ સમાચારપત્રો તથા સોશિયલ મીડિયા મારફત તેની જાણ કરવામાં આવશે. જેની સૌ ખેડૂતમિત્રોને નોંધ લેવા જામનગર જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News