બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે “ક્રોપ કવરના ઉપયોગથી ફળપાકો અને શાકભાજી પાકોની રક્ષિત ખેતી માટેનો કાર્યક્રમ” અમલમાં મુકાયો

  • November 22, 2024 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે “ક્રોપ કવરના ઉપયોગથી ફળપાકો અને શાકભાજી પાકોની રક્ષિત ખેતી માટેનો કાર્યક્રમ” અમલમાં મુકાયો

ખેડૂતો આઇ-ખેડૂત પોર્ટલ તા.૨૦/૧૨/૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી કરી શકશે

બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માં “ક્રોપ કવરનાં ઉપયોગ થી ફળપાકો અને શાકભાજી પાકોથી રક્ષિત ખેતી માટેનો કાર્યક્રમ" નવી બાબત તરીકે મંજૂર કરવામાં આવ્યો છે. જેમાં ક્રોપ કવર (શાકભાજી પાકો માટે), રોપ કવર/બેગ (કેળ/પપૈયા પાક માટે), દાડમ ક્રોપ કવર / ખારેક બંચ કવર, ફ્રુટ કવર (આંબા, દાડમ, જામફળ, કમલમ (ડ્રેગન ફ્રુટ), સીતાફળ) ઘટક માટે તેમજ ચાલુ બાબતનાં દરિયાઈ માર્ગે ફળ, શાકભાજી, ફૂલ તથા છોડનાં નિકાસ માટે વાહતુક ખર્ચ, હવાઈ માર્ગે બાગાયત પેદાશની નિકાસ માટેનાં નુરમાં સહાય તથા નિકાસકારોનાં બાગાયતી પાકોની ઇરેડીએશન પ્રક્રિયા માટે સહાય ઘટક માટે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે.

આ ઘટકોમાં લાભ લેવા માંગતા જામનગર જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો આઇ-ખેડૂત પોર્ટલ પર તા. ૨૦/૧૨/૨૦૨૪ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. ઓનલાઇન અરજી કર્યા બાદ કરેલ અરજીની નકલ સાથે જરૂરી સાધનિક કાગળો (અરજીમા બતાવ્યા મુજબ) સામેલ રાખી ૭ દિવસની અંદર નાયબ બાગાયત નિયામકની કચેરી, જીલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૂમ નં. 48, સુભાષબ્રિજ  પાસે, જામનગર ફોન નં. (0288)2571565) તાત્કાલીક રૂબરૂ અથવા ટપાલથી પહોચતી કરવા નાયબ બાગાયત નિયામક જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News