ટાટા કેમિકલ્સે સ્વ.કે એસ સોમશેખરન નાયરની યાદમાં 23મી ઓખામંડળ સાયક્લોથોન યોજાઈ

  • November 19, 2024 11:14 AM 

ટાટા કેમિકલ્સ લિમિટેડે કે.એસ. સોમશેખરન નાયર મેમોરિયલ ઓપન ઓખામંડલ સાયક્લોથોનની 23મી એડિશનનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ પહેલ દ્વારા કંપનીએ ફિટનેસ અને સામુદાયિક ભાવનાની ઊજવણી કરતાં ટાટા કેમિકલ્સના કર્મચારીઓ અને અનેક સ્થાનિક રહીશોને એક કર્યાં હતા. આ કાર્યક્રમ એ સોમન નાયર તરીકે ઓળખાતા સ્વ. કે એસ સોમશેખરન નાયરને શ્રદ્ધાંજલિ હતી જેમણે 1984થી 1987 સુધી મીઠાપુર પ્લાન્ટ ખાતે એસ્ટેટ અને સિક્યોરિટી ઓફિસર તરીકે સેવાઓ આપી હતી.


ટાટા કેમિકલ્સ ટાઉનશિપમાં યોજાયેલી આ સાયક્લોથોનમાં બે રેસ કેટેગરીઝ હતી: 42 કિમી એન્ડયુરન્સ રેસ અને 14 કિમી સ્પ્રિન્ટ. ભારતીય સમય મુજબ સવારે 6.00 વાગે પ્રારંભ થયેલી આ ઇવેન્ટમાં મોટાપાયે લોકોએ ભાગ લીધો હતો જેમાં દરેકે હેલ્થ અને વેલનેસ માટે ભારે ઉત્સાહ અને પ્રતિબદ્ધતા દર્શાવી હતી. દરેક સ્પર્ધકને ફિનિશર મેડલ, ટી-શર્ટ, ટાઇમિંગ બિબ્સ, હાઇડ્રેશન સપોર્ટ અને પોષક નાસ્તો સહિત રેસ માટે જરૂરી તમામ વસ્તુઓ આપવામાં આવી હતી જેના પગલે આ એક યાદગાર અને ખૂબ સારી રીતે સમર્થિત ઇવેન્ટ બની હતી.


સાયક્લોથોનમાં 110 ટાટા કેમિકલ્સ કર્મચારીઓ સહિત 212 લોકોએ ભાગ લીધો હતો.  પ્રતાપ માણેકે 1 કલાક 24 મિનિટ અને 13 સેકન્ડ્સમાં 42 કિમી રેસ પૂરી કરીને પહેલું સ્થાન મેળવ્યું હતું. તેમના પછી ભાવેશ સુમાણિયા અને ઇમ્તિયાઝ રાજા અનુક્રમે પ્રથમ અને બીજા રનર્સ-અપ રહ્યા હતા.


ટાટા કેમિકલ્સ લિમિટેડના ચીફ મેન્યુફેક્ચરિંગ ઓફિસર  એન કામથે જણાવ્યું હતું કે " કે એસ સોમશેખરન નાયરની પ્રતિબદ્ધતા અને પ્રમાણિકતા મીઠાપુર સમુદાયને પ્રેરિત કરી રહી છે. આ સાયક્લોથોન ન કેવળ તેમની યાદનું સન્માન છે પરંતુ હેલ્થ અને ફિટનેસના મહત્વને પ્રમોટ પણ કરે છે. અમે સમુદાય તરફથી મળેલા ઉત્સાહભેર પ્રતિસાદ બદલ આભારી છીએ જે આ ઇવેન્ટની સફળતા માટે જરૂરી હતો."


વિજેતા પ્રતાપ માણેકે જણાવ્યું હતું કે “ કે એસ સોમશેખરન નાયર મેમોરિયલ સાયક્લોથોનમાં ભાગ લેવું એ વિશેષાધિકાર છે. આ ઇવેન્ટ સૌહાર્દ અને ફિટનેસને પ્રોત્સાહન આપે છે અને આવી મહત્વપૂર્ણ પહેલનું આયોજન કરવા બદલ હું ટાટા કેમિકલ્સનો હૃદયપૂર્વક આભાર માનું છું."


સાયક્લોથોનની 23મી એડિશનએ  કે એસ સોમશેખરન નાયરના વારસાને પ્રેરણાત્મક રીતે જીવંત રાખીને કલ્યાણને પ્રોત્સાહન આપવા અને સામુદાયિક જોડાણને મજબૂત બનાવવા માટેની ટાટા કેમિકલ્સની પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application