સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા એક મકાનમાં આજે સવારે ભયંકર આગ લાગવાની ઘટના બની હતી. આ આગમાં એક દિવ્યાંગ યુવતીનું મોત થયું છે. આ ઘટનામાં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, આગ માત્ર ખાટલા સુધી સીમિત રહી હતી અને મકાનના બાકીના ભાગને કોઈ નુકસાન થયું નથી. આ ઘટનાને લઈને અનેક સવાલો ઉભા થયા છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં આજે સવારે એક દિલ દ્રાવક ઘટના બની છે. સત્યનારાયણનગરમાં આવેલા એક મકાનમાં આગ લાગવાની દુર્ઘટનામાં 24 વર્ષીય દિવ્યાંગ યુવતી અંજલી રાકેશ તિવારીનું મોત થયું છે.
આ ઘટના બન્યા બાદ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અંજલી હલનચલન કરી શકતી ન હતી અને તેની માતાની માનસિક સ્થિતિ પણ સારી ન હતી. આજે અંજલીના પિતા નોકરીએ ગયા હતા ત્યારે આ ઘટના બની હતી.
મળતી માહિતી અનુસાર અંજલી ખાટલા પર સૂતી હતી ત્યારે અચાનક મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગને જોઈ અંજલીની માતા ઘરની બહાર દોડી આવી હતી અને બૂમાબૂમ કરવા લાગી હતી. પરંતુ અંજલી હલનચલન કરી શકતી ન હોવાથી આગની ચપેટમાં આવી ગઈ હતી.
સ્થાનિક લોકોએ આગ ઓલવવાના પ્રયાસો કર્યા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ, ત્યાં સુધીમાં અંજલીનું મોત થઈ ચૂક્યું હતું.
પાંડેસરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. અંજલીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે. દિવ્યાંગ યુવતીનું આ રીતે મોત થવાથી લોકોમાં ભારે રોષ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech