અનિચ્છનીય કોલ્સ અને સંદેશાઓ હવે પરેશાન કરશે નહીં. આ માટે, ટેલિકોમ નિયમનકાર ટ્રાઈએ નવા નિયમો જારી કર્યા. ટ્રાઈએ અનિચ્છનીય કોલ્સની સંખ્યા યોગ્ય રીતે જાહેર ન કરતી કંપનીઓ પર ૨ લાખ પિયાથી ૧૦ લાખ પિયા સુધીનો દડં ફટકારવાની જોગવાઈ કરી છે.
નિયમનકારે તમામ ટેલિકોમ ઓપરેટરોને કોલ અને એસએમએસ પેટર્નનું વિશ્લેષણ કરવા આદેશ આપ્યો છે, જેમ કે અસામાન્ય રીતે વધુ કોલની સંખ્યા, ટૂંકા કોલ સમયગાળા અને ઇનકમિંગ–આઉટગોઈંગ કોલના ગુણોત્તર જેવા પરિમાણોના આધારે વાસ્તવિક સમયમાં સંભવિત સ્પામર્સને ઓળખવાનું સરળ બનશે.
પહેલી વાર ખોટી માહિતી આપવા બદલ ૨ લાખ પિયાનો દડં ફટકારવામાં આવશે. બીજી વખત ખોટી માહિતી આપવા બદલ ૫ લાખ પિયાનો દડં ફટકારવામાં આવશે. આ પછી, દરેક ભૂલ માટે ૧૦ લાખ પિયાનો દડં ભરવો પડશે. આ દડં ખોટી રીતે અનસોલિસિટેડ કોમર્શિયલ કોમ્યુનિકેશન નંબર આપવા બદલ લાદવામાં આવશે. આ દડં ખોટી રીતે ફરિયાદો બધં કરવા અને મેસેજ હેડર અને કન્ટેન્ટ ટેમ્પ્લેટસની નોંધણીમાં બેદરકારી બદલ લાગુ થતા દડં ઉપરાંત હશે.ટ્રાઇએ એક નવી ડીએનડી (ડુ નોટ ડિસ્ટર્બ) એપ પણ લોન્ચ કરી છે. આ એપ દ્રારા, હેરાન કરતા મેસેજ કોલને બ્લોક કરી શકાય છે, ફરિયાદો નોંધાવી શકાય છે અને તેમના પર લેવાયેલી કાર્યવાહી જોઈ શકાય છે.ટેલિકોમ કોમર્શિયલ કોમ્યુનિકેશન્સ કસ્ટમર પ્રેફરન્સ રેગ્યુલેશન્સમાં ફેરફાર કરીને, ટ્રાઈ એ ગ્રાહકોને તેમની પસંદગી નોંધાવ્યા વિના યુસીસી સામે ફરિયાદ કરવાની મંજૂરી આપી છે. પહેલાં, ગ્રાહકોએ કોમર્શિયલ સંદેશાવ્યવહારને અવરોધિત કરવા અથવા પ્રા કરવા માટે તેમની પસંદગીઓ નોંધાવવી પડતી હતી. હવે આ કરવાની કોઈ જર નથી.આ બદલાયેલા નિયમો ફકત ટેલિકોમ નેટવર્ક દ્રારા આવતા સંદેશાઓ અને કોલ્સ પર લાગુ થશે. વોટસએપ જેવી ઓટીટી એપ્સ દ્રારા આવતા મેસેજ અને કોલ્સ આ નિયમો હેઠળ આવરી લેવામાં આવશે નહીં. નવા નિયમો પર ચર્ચા દરમિયાન ઘણા લોકોએ આ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationયે આકાશવાણી હૈ ....... આ શબ્દો આજે પણ યાદ આવે છે. રેડિયાનો એક યુગ હતો
February 13, 2025 06:32 PMજામનગરના પટણીવાડ વિસ્તારમાં મોડી રાત્રે બઘડાટી : ઘર સળગાવવાનો પ્રયાસ
February 13, 2025 06:11 PMદુનિયાના આ દેશોમાં નથી ઉજવવામાં આવતો વેલેન્ટાઇન ડે!
February 13, 2025 04:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech