જામનગરના પટણીવાડ વિસ્તારમાં મોડી રાત્રે બઘડાટી : ઘર સળગાવવાનો પ્રયાસ

  • February 13, 2025 06:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  


જામનગરના કાલાવડ નાકા બહાર પટણી વાડ વિસ્તારમાં ગત મોડી રાત્રીના બઘડાટી બોલી હતી અને સોડા બોટલો અને પથ્થરોના ઘા કરાતા તેમજ મકાનમાં આગ ચંપીનો બનાવ સામે આવતા થોડો સમય અફડાતફડીનો માહોલ સર્જાયો હતો દરમ્યાન પોલીસ કાફલો સ્થળ પર દોડી જઇ પરિસ્થીતીને કાબુમાં લીધી હતી, આ મામલે ફરીયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.



જામનગર શહેરના પટણીવાડ વિસ્તારમાં ગત મોડી રાત્રીના એક જુથ દ્વારા અંગત અદાવતના કારણે સોડા બાટલી અને પથ્થરના ઘા કરીને ફા‚ક પટણીના ઘર પર હુમલો કરવામાં આવ્યો છે આવી વિગતો વહેતી થઇ હતી તેમજ મકાનને સળગાવવાની પણ કોશિષ કરવામાં આવી છે. આ બબાલના કારણે આ વિસ્તારમાં થોડો સમય તંગદીલી જેવુ વાતાવરણ જોવા મળ્યુ હતું અને વહેલી સવાર સુધી આ બઘડાટીના કારણે ચહલ પહલ જોવા મળી હતી.

​​​​​​​

આ બનાવની જાણ થતા સીટી-એ ડીવીઝનની પોલીસ ટુકડી તાકીદે સ્થળ પર દોડી ગઇ હતી અને પરિસ્થીતી પર કાબુ મેળવ્યો હતો દરમ્યાન આ બઘડાટી કયા કારણસર બોલી અને કોણ કોણ સામેલ હતું એ સહિતની વિગતો મેળવવા પોલીસે ચક્રો ગતીમાન કર્યા હતા ચર્ચા મુજબ અંગત અદાવતના કારણે આ હુમલો કરવામાં આવ્યો હતો જો કે ફરીયાદ બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે હાલ પોલીસ દ્વારા બનાવ સબંધે ફરીયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાવના કારણે આ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application