સ્ટેટ લાયબ્રેરી ખાતે સમર કેમ્પનું વેકેશનના છેલ્લા દિવસે થયું સમાપન

  • June 09, 2025 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરની સ્ટેટ લાઇબ્રેરી ખાતે સમર કેમ્પનું સમાપન થયું છે.
સ્ટેટ લાયબ્રેરી ખાતે વેકેશનના તમામ રવિવાર પર બાળકોના રચનાત્મક વિકાસ માટે ચિત્રો-વાર્તા-ક્વિઝ-ગેમ્સ જેવાં જુદા-જુદા માધ્યમો સાથે ચાલતા સમર કેમ્પ સંપન્ન થયો છે.
આ સમર કેમ્પના સમાપનની ક્ષણે બાળલક્ષી પ્રવૃત્તિમાં યોગદાન આપનાર દુર્ગેશભાઈ ઓઝા, ડો.પ્રિતિબેન કોટેચા,રિદ્ધિબેન ગોકાણી,મહેશભાઈ મોઢાનું સન્માનપત્ર અર્પણ કરી બહુમાન કરવામાં આવેલ તથા સમર કેમ્પમાં ભાગ લેનાર બાળકોને સર્ટિફિકેટ અને બાળવાર્તા પુસ્તક તથા દાતા ભુમિકાબેન તન્ના તરફથી  ગીફ્ટ આપવામાં આવી હતી.આ તકે સ્ટેટ લાયબ્રેરીના પ્રમુખ દિપકભાઈ લાખાણી-ઉપપ્રમુખ સુનીલ મોઢા- સેક્રેટરી સત્યમભાઈ વોરા-ખજાનચી ડેનિશભાઈ કારીયા તથા સર્વે કારોબારી સભ્યો દ્વારા તમામ બાળકોને શુભકામનાઓ પાઠવવામાં આવી તથા તમામ પ્રવૃત્તિઓ માટે સુચારૂ વ્યવસ્થા કરનાર લાયબ્રેરી સ્ટાફની સરાહના કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News