રાજકોટના બજેટમાં સ્ટેન્ડિંગ કમિટીએ 55.92 કરોડની નવી 20 યોજના ઉમેરી, જાણો તમારા વિસ્તારમાં શું નવું બનશે, રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં ખર્ચાશે

  • February 11, 2025 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે ૩૧૧૨.૨૮ કરોડનું બજેટ સ્થાયી સમિતિ સમક્ષ મંજુરી અર્થે રજૂ કર્યું હતું. જે બજેટમાં મહેસુલ ખર્ચને પહોંચી વળવા કુલ અંદાજિત ૧૫૦ કરોડનો કરબોજ સૂચવ્યો હતો. પરંતુ, સ્થાયી સમિતિ દ્વારા ગહન વિચાર વિમર્શને અંતે શહેરીજનો પર વધારાનો એક પણ રૂપિયાનો કરબોજ નાખવાને બદલે, રાજકોટ મહાનગરપાલિકાના હાલના આવકના સ્ત્રોતોને વધુ મજબૂત કરવા, આવકના નવા સ્ત્રોતો ઊભા કરવા, મૂડી તથા મહેસૂલી ખર્ચમાં જરૂરી કાપ મૂકવો વગેરે આયામો લક્ષમાં લઈ મ્યુનિસિપલ કમિશનરે સુચવેલ નવા કરબોજ તથા કરબોજમાં વધારા અંગેની તમામ દરખાસ્તો સ્થાયી સમિતિ દ્વારા સર્વાનુમતે નામંજુર કરવામાં આવી છે. સ્થાયી સમિતિ દ્વારા કમિશનરે રજુ કરેલ બજેટના કુલ કદમાં આશરે રૂ.૬ કરોડનો વધારો કરી, રૂ.૫૫.૯૨ કરોડની ૨૦ નવી યોજનાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. જે માટે જુદા જુદા મહેસૂલી ખર્ચમાં કરકસરના ભાગરૂપે જરૂરી કાપ મુકી, કુલ રૂ.૩૧૧૮.૦૭ કરોડનું બજેટ સર્વાનુમતે મંજુર કરેલ છે.


નવી 20 નવી યોજનાઓ




રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં ખર્ચાશે


​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application