જયુબેલી ગાર્ડન પાસે ઝડપાયેલા ૧૨ કિલો ગાંજાના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

  • February 11, 2025 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના જયુબેલી ગાર્ડન પાસેથી એસઓજીની ટીમે ગત વર્ષે ડિસેમ્બર માસના પ્રારંભે ૧૨ કિલો ગાંજાના સાથે બે શખસોને ઝડપી લીધા હતાં.જેમાં નાસતા ફરતા એક આરોપીને એસઓજીની ટીમે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ,એસઓજીના પીઆઇ એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ પીએસઆઇ એમ.બી.માજીરાણા તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હેડ કોન્સ.ઇન્દ્રસિંહ જાડેજા, કોન્સ. હાર્દિકસિંહ પરમારને મળેલી બાતમીના આધારે પોલીસે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં નાસતા ફરતા આરોપી મોહિન મહેબુબભાઇ સર્વદી(ઉ.વ ૩૩ રહે. આર.એમ.સી કવાર્ટર ત્રણ માળિયા કવાર્ટર બ્લોક નં.૬ કવાર્ટર નં.૧૬૦૪ ગોવિંદરત્ન બંગ્લોઝની પાછળ રાજકોટ મૂળ વંથલી જિ. જુનાગઢ) ને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.આ કામગીરીમાં એસઓજીના એએસઆઇ ધર્મેશભાઇ ખેર,હેડ કોન્સ.દિગ્વીજયસિંહ ગોહિલ, ફિરોજભાઇ રાઠોડ તથા મૌલિકભાઇ સાવલીયા સહિતના સાથે રહ્યા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે,ગત તા. ૧૨૨ ના રોજ એસઓજીની ટીમે શહેરના જયુબેલી ગાર્ડન પાસેથી ચેતન સામેચા અને દશરથ સોલંકી નામના બે શખસોને .૧,૧૯,૫૦૦ ની કિંમતના ૧૨ કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધા હતાં.જે અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.આ ગુનામાં હાલમાં પકડાયેલા આરોપી મોહિન સર્વદીનું નામ ખુલ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application