જામનગરમાં સોપારી કટીંગની ઓરડીમાંથી દારૂની ૧૦૧ બોટલ જપ્ત

  • February 11, 2025 06:16 PM 


જામનગરના નવા કુંભારવાડામાં સોપારી કટીંગની ઓરડીમાં દારૂનુ વેચાણ થાય છે એવી હકીકત આધારે સીટી-એ પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની ૧૦૧ બોટલ કબ્જે કરી હતી જયારે આરોપી ભાગી ગયો હતો. આ ઉપરાંત એમ્યુઝમેન્ટ પાર્ક નજીક દારૂની ૩ બાટલી સાથે એક ઝપટમાં આવ્યો હતો જેમાં એકનું નામ ખુલ્યુ હતું, ધ્રોલ હાઇવે પર જામનગરનો શખ્સ શરાબના ૮૦ ચપટા સાથે પકડાઇ ગયો હતો અને ધરમપુર પાટીયે શરાબની એક બોટલ કબ્જે કરી હતી. જેમાં પણ આરોપી રફુચકકર થઇ ગયો હતો.

જામનગર જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પ્રોહી-જુગાર શોધી કાઢવા સુચના કરેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા તેમજ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધાના માર્ગદર્શન મુજબ, સીટી-એ પીઆઇ એન.એ. ચાવડાની સુચના મુજબ સ્કોડના પીએસઆઇ એમ.એન. રાઠોડ સાથે સ્ટાફના માણસો સીટી-એ ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન સ્ટાફના પો.કોન્સ. વિપુલભાઇ સોનગરા, પો.કોન્સ. રાજેન્દ્રસિંહ ડોડીયા, પો.કોન્સ. યોગેન્દ્રસિંહ સોઢા, પો.કોન્સ. હરપાલસિંહ પરમારને ચોકકસ બાતમી મળેલ કે ભોયવાડાની અંદર નવા કુંભારવાડામાં રહેતો અને સોપારી કામ કરતો મયુર ઉર્ફે લકકી નરોતમભાઇ મંડલી પોતાના કબ્જા ભોગવટાની અને સોપારી કટીંગ કામની ઓરડીમાં ભારતીય બનાવટની વિદેશી દા‚ની બોટલો રાખી વેચાણ કરે છે. 

તેવી હકીકત આધારે ઓરડીએ રેઇડ કરતા આરાોપી મયુર ઉર્ફે લકકી નરોતમ મંડલી, રહે. ભોયવાડો, કુંભારવાડો, જામનગરવાળો હાજ મળી આવેલ નહી અને તેના કબ્જા ભોગવટાની અરોડીની ઝડતી કરતા અરોડીમાથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની દારૂ ની બોટલ ૧૦૧ કિ. ૫૨૫૦૦નો મુદામાલ મળી આવતા તપાસ આર્થે કબ્જે કરી આરોપી મયુર હાજર મળી આવેલ ન હોય તેની શોધખોળ ચલાવી છે.
​​​​​​​

અન્ય દરોડામાં જામનગરના ન્યુ આરામ કોલોની શેરી નં. ૨માં રહેતા સુરેન્દ્રસિંહ ઉર્ફે સુરીયો નવલસિંહ જેઠવા નામનો શખ્સ ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતો હોય, હકીકતના આધારે સીટી-સી પોલીસે દરોડો પાડીને એમ્યુઝમેન્ટ પાર્કના ગેઇટની સામેની સાઇડ પરથી ઇંગ્લીશ દારૂ ની ૩ બોટલ સાથે પકડી લીધો હતો, જયારે નિલકમલ સોસાયટી-૬માં રહેતા શકિતસિંહ ઉર્ફે જીગી અજીતસિંહ કંચવાનું નામ ખુલ્યુ હતું બંનેની સામે પ્રોહી મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
જામનગરના રણજીતસાગર રોડ, પુષ્કરધામ સોસાયટી શેરી નં. ૮માં રહેતા અને મુળ લાવડીયા ગામના ઉપેન્દ્ર રમેશ ચાંદ્રા નામના ગેરેજના ધંધાર્થીને ઇંગ્લીશ દારૂના ૮૦ ચપટા સાથે ધ્રોલ અની હોટલથી આગળના રોડ પરથી એલસીબીએ પકડી લીધો હતો.
આ ઉપરાંત લાલપુરના ધરમપુર પાટીયા પાસેથી સ્થાનીક પોલીસે ઇંગ્લીશ દારૂ ની એક બોટલ કબ્જે કરી હતી, જયારે ધરમપુર ગામમાં રહેતો નિતીન મહેશ રાઠોડ નાશી ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application