જન્મ–મરણના પાંચ દાખલા ફ્રી: રેસકોર્ષ સ્ટેડિયમ નવરાત્રીમાં ભાડે અપાશે

  • February 11, 2025 04:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાના આજે મંજુર થયેલા બજેટમાં જન્મ–મરણ વિભાગને લગતી મહત્વપુર્ણ જોગવાઈ કરવામાં આવી છે. મહાપાલિકા કચેરીમાં આવતા અરજદારોમાંથી આવતા લગભગ ૭૦ ટકા અરજદારો જન્મ–મરણ નોંધણી પ્રમાણપત્ર મેળવવાના કામ માટે આવતા હોય છે. રાજકોટ એ સૌરાષ્ટ્ર્રનું પાટનગર હોય મેડિકલ હેતુથી પણ અનેક લોકો રાજકોટમાં સારવાર માટે આવતા હોય છે. રાજકોટમાં બાળકનો જન્મ થાય કે, કોઈ વ્યકિતનું મૃત્યુ થાય ત્યારે નોંધણી પ્રમાણપત્રની ફી પેટે રૂા.૫ વસુલવામાં આવે છે. વર્ષેાથી રૂા.૫ની ફી અમલી છે. દરમિયાન આજે મંજુર કરેલા બજેટમાં શાસકોએ એવી જોગવાઈ કરી છે કે, કોઈપણ નાગરિકના ઘરે બાળકનો જન્મ થાય તેવા કિસ્સામાં તેને જન્મ નોંધણીના પાંચ દાખલા વિનામૂલ્યે આપવામાં આવશે. આજ રીતે કોઈપણ નાગરીકના ઘરે મૃત્યુ થાય તો મૃત્યુ નોંધણીના પાંચ પ્રમાણપત્ર વિનામુલ્યે અપાશે.
રેસકોર્ષ ક્રિકેટ સ્ટેડીયમ હાલ સુધી ફકત ક્રિકેટ માટે જ ભાડે અપાતું હતું પરંતુ હવે નવરાત્રી સહિતની ઈવેન્ટસ માટે પણ ભાડે આપીને આવક મેળવાશે તેમ સ્ટે. કમીટી ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવ્યું હતું. તેમણે ઉમેયુ હતું કે, ૩૬૫ દિવસમાંથી ૩૫૦ દિવસ સુધી ક્રિકેટ સ્ટેડીયમ ખાલીખમ પડયું રહે છે તેના બદલે ભાડે અપાય તો કોર્પેારેશનને આવક થશે.  સ્માર્ટ સીટી વિસ્તારમાં લાઈટીંગ પોલ ઉપર જાહેરાત અને એલઈડી સ્ક્રીન તેમજ કીયોસ્કના હકકો આપવા તેમજ મુખ્ય રસ્તા પર આવેલા ટીપી પ્લોટસ લાંબા સમયગાળા માટે ભાડાપટે આપવા અને ૧૦૦ સીટી બસોની અંદર તથા બહાર જાહેરાતોના હકક આપવા, સ્માર્ટ સીટી અટલ સરોવરની ૪૨ દુકાનો મોર્ડન ફત્પડ કોર્ટ તરીકે ભાડે આપવા તેમજ વન ટાઈમ ઈન્સ્ટોલમેન્ટ સ્કીમ અંતર્ગત વેરા વસુલાત કરવા સહિતના આવકના નવા ોત ડેવલપ કરવામાં આવ્યા છે

કેન્સરને મ્હાત આપવા કેન્સરને કરીએ કેન્સલ અંતર્ગત બે યોજના
વિધાર્થિનીઓને સર્વાઇકલ કેન્સર માટે વિનામૂલ્યે વેકસીન આપવામાં આવશે. જે માટે બજેટમાં .૧૫ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે. તદઉપરાંત કોઠારિયા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે મેમોગ્રાફી ચેકઅપ માટે નવું મેમોગ્રાફી મશીન મુકવામાં આવશે. જેનાથી મહિલાઓ બ્રેસ્ટ કેન્સર જેવા રોગનું નિદાન સારવાર લઇ શકશે. જે માટે બજેટમાં .૧૫ લાખની જોગવાઇ કરાઇ છે.

રેસકોર્ષ રિંગ રોડ પર કાયમી સુશોભન માટે એલઇડી ડેકોરેટિવ લાઈટીંગ
શહેરની આગવી ઓળખ સમાન રેસકોર્ષ રિંગ રોડની રોનક વધારવા, કાયમી સુશોભન માટે  ડેકોરેટિવ લાઇટીંગ કરવામાં આવશે. જે માટે બજેટમાં .૧૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.

એડવાન્સ વેરો ભરનારના નામે ૧ વૃક્ષનું વાવેતર
એડવાન્સ મિલકતવેરો ભરપાઈ કરનાર દિવ્યાંગો તથા એકસ આર્મીમેન મિલકતધારકોને પ્રોત્સાહિત કરવા માટે તેઓના નામે એક–એક વૃક્ષનું વાવેતર કરવામાં આવશે. જેનાથી પર્યાવરણના જતનની સાથોસાથ શહેરીજનોમાં દિવ્યાંગજનો પ્રત્યે સંવેદનશીલતા તેમજ આર્મીમેન પ્રત્યેના આદરમાં વધારો થશે. જે માટે બજેટમાં .૧૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

જન્મ લેનાર દરેક બાળકના નામે એક વૃક્ષનું વાવેતર
રાજકોટ શહેરમાં જન્મનાર પ્રત્યેક બાળકોબાળકીઓના નામે એક–એક વૃક્ષનું વાવેતર કરવામાં આવશે. જેનાથી શહેરના 'ગ્રીન કવર'માં અને પર્યાવરણની જાળવણી અંગેની જાગૃતિમાં વધારો થશે. જે માટે બજેટમાં .૬૨૫ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.

વોર્ડ નં.૧૨ મવડીમાં ટીપી સ્કિમ–૨૧ના અનામત પ્લોટ નં.૩૯માં બનશે ગાર્ડન
શહેરના વોર્ડ નં.૧૨માં ટી.પી.૨૧પ્લોટ નં.૩૯એ થી બાપા સીતારામ ચોક પાસે રામેશ્વર પાર્ક વિસ્તારમાં સી.સી. રોડ પર બગીચા હેતુના અનામત પ્લોટમાં વૃક્ષો, ફલછોડ, લોન, વોકિંગ ટ્રેક સહિતની સુવિધા સાથે નવા બગીચાનું નિર્માણ કરવામાં આવશે. જેનાથી આ વિસ્તારના શહેરીજનોની સુવિધામાં વધારો થશે. જે માટે બજેટમાં .૪૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.

૧૦૦ વર્ષ જુના એક રોડનું ડેવલપમેન્ટ
૧૦૦ વર્ષ જેટલા જૂના એક રોડને હેરીટેજ સિટી બ્યુટીફીકેશન' હેઠળ ડેવલપ કરી, તેનું બ્યુટીફીકેશન(ફટપાથ, ઇલેકિટ્રક પોલ, પેવીંગ બ્લોક વિ.) કરવામાં આવશે. જે માટે નાણાકીય વર્ષ ૨૦૨૫–૨૬ના બજેટમાં ૨૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે

ભગવતીપરામાં નવી હાઇસ્કુલના કમ્પાઉન્ડમાં રમતગમતની સુવિધા
શહેરના વોર્ડ નં.૪માં ભગવતીપરા વિસ્તારમાં નવી હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા વિધાર્થીઓમાં ચપળતા, શારીરિક સૌવની સાથોસાથ ખેલદિલી જેવા ગુણોનો વિકાસ થાય તે હેતુથી હાઇસ્કૂલના પરિસરમાં રમતગમતની સુવિધા ઊભી કરવામાં આવશે. જે માટે બજેટમાં .૧૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

વોર્ડ નં.૪માં બાકી રહેતા ટી.પી. રોડ ઉપર ડ્રેનેજનું કામ પૂર્ણ કરી મેટલીંગ
શહેરના વોર્ડ નં.૪માં મોટા ભાગના વિસ્તારોમાં ડ્રેનેજ લાઇન નાંખવાનું કામ પૂર્ણ થયેલ છે. વોર્ડમાં ડ્રેનેજનું કામ બાકી રહેલ હોય તેવા તમામ ટી.પી. રોડ પર ડ્રેનેજ લાઇન નાંખવાનું કામ પૂર્ણ કરી, મેટલીંગ કામ કરવામાં આવશે. જે માટે બજેટમાં .૧૭૧ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.

વોર્ડ નં.૧૫માં અમુલ સર્કલથી નેશનલ હાઇવે સુધીના ૮૦ ફટ રોડનું ડેવલપમેન્ટ
વોર્ડ નં.૧૫માં અમૂલ સર્કલથી નેશનલ હાઇવે સુધીના ૮૦ ફટ રસ્તા પર જુદા જુદા ઔધોગિક એકમો, સરકારી પ્લોટસ આવેલ છે. જે પ્લોટસમાં યોજવામાં આવતા રાય અને રાષ્ટ્ર્રીય કક્ષાના વિશાળ ઉધોગમેળાઓની મુલાકાત દેશવિદેશના નાગરિકો લે છે. જે ધ્યાને લઈ, ૮૦ ફટ રોડને નેશનલ હાઇવે સુધી ડેવલપ કરવામાં આવશે, જે માટે બજેટમાં .૧૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

સૌપ્રથમ વખત મ્યુનિ.પશુ દવાખાનું
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની એનિમલ હોસ્ટેલમાં રાખવામાં આવેલ માલઢોરના ચેકઅપ, રોગોના નિદાન, સારવાર તથા વેકસીનેશન માટે એનિમલ હોસ્ટેલ ખાતે સૌપ્રથમ વખત સુવિધાસભર પશુ દવાખાનુ બનાવી, તેમા નિષ્ણાતં પશુ ચિકિત્સકની માનદ સેવાઓ હંગામી ધોરણે લેવામાં આવશે. આ સુવિધાને લીધે વધુ ને વધુ માલધારીઓ પોતાના માલઢોરને એનિમલ હોસ્ટેલમાં રાખવા માટે પ્રોત્સાહિત થશે. સાથોસાથ શહેરીજનો પણ પોતાના પાલતુ પ્રાણીઓની સારવાર માટે પશુ દવાખાનાનો લાભ લઈ શકશે. જે માટે બજેટમાં .૧૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

લાખાજીરાજ શાકમાર્કેટ(ધર્મેન્દ્ર રોડ)માં ફ્રટ માર્કેટ તેમજ હોકર્સ ઝોન બનાવાશે
શહેરની મધ્યમાં આવેલ લાખાજીરાજ શાકમાર્કેટ(ધર્મેન્દ્ર રોડ)માં લોકોની ખુબ જ અવરજવર રહે છે. શહેરીજનોની સુવિધા માટે આ શાકમાર્કેટમાં નવી ફ્રટ માર્કેટ તથા નવા હોકર્સ ઝોનની ભેટ આપવામાં આવશે. જે માટે બજેટમાં .૩૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે

વોર્ડ નં.૧૪માં ગાયત્રીનગર પાસે નવો કોમ્યુનિટી હોલ
વોર્ડ નં.૧૪ માં બોલબાલા રોડ, ગાયત્રીનગર પાસે અધતન સુવિધાયુકત નવા કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવશે. જે માટે બજેટમાં .૪૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

લોક વિજ્ઞાન કેન્દ્રના ઓડિટોરિયમનું નવીનીકરણ
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના રેસકોર્સ સંકુલમાં લોક વિજ્ઞાન કેન્દ્ર, પ્લેનેટેરિયમ તથા કોમ્પ્યુટર સેન્ટરની સુવિધા ઉપલબ્ધ છે. જેનું નિર્માણ વર્ષ ૧૯૯૩માં કરવામાં આવેલ. વર્તમાન સમયની જરિયાતને ધ્યાને લઈ, લોક વિજ્ઞાન કેન્દ્રના ઓડિટોરિયમનું નવીનીકરણ કરી, તેને અધતન કરવામાં આવશે. જે માટે બજેટમાં .૧૫૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે

આત્મીય કોલેજ, ત્રિકોણ બાગ, ક્રિષ્ના પાર્ક પાસે સ્કાય વોક–ફૂટ ઓવરબ્રિજ
ત્રિકોણબાગ વિસ્તાર પાસે, કાલાવડ રોડ–આત્મીય યુનિવર્સિટી પાસે, ક્રિષ્ના પાર્ક હોટલ–ગોંડલ રોડ ચોકડી પાસે વિગેરેસ્થળોએ રસ્તા ઉપર ફટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે, જે માટે બજેટમાં .૧૦૦૬ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

કાલાવડ રોડ સહિતના માર્ગેા ઉપર શહેરમાં નવા–મોડેલ એન્ટ્રી ગેઈટ(પ્રવેશદ્રાર) બનશે
રાજકોટ શહેરની હદ શ થાય તે પ્રવેશમાર્ગેા કાલાવડ રોડ, ગોંડલ રોડ ચોકડી, ગ્રીનલેન્ડ ચોક, માધાપર ચોક, એસ.આર.પી. કેમ્પ પાસે, બેડી ચોકડી પાસે વગેરે મુખ્યમાર્ગેા પર શહેરની આગવી ઓળખ સ્વપે થીમ–બેઇડ મોડલ પ્રવેશદ્રારો બનાવી, બ્યુટીફીકેશન કરવામાં આવશે, જે માટે બજેટમાં .૫૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

કાલાવડ રોડને લાગુ અવધ રોડ ઉપર આકિસજન પાર્ક વિથ મોડર્ન ફૂડ કોર્ટ
શહેરના રાજમાર્ગ કાલાવડ રોડ પર અવધ રોડ પાસે આવેલ ટી.પી. પ્લોટમાં મોડર્ન એલિવેશન અને એસ્કેલેટર તેમજ રેસ્ટોરન્ટની સુવિધા સાથે 'સ્કાય વોક તેમજ થીમ બેઇઝડ આકિસજન પાર્ક બનાવવામાં આવશે. જેનાથી શહેરીજનોને ફડ કોર્ટની નવી સુવિધા મળશે સાથોસાથ શહેરની સુંદરતામાં વધારો થશે. જે માટે બજેટમાં .૪૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

લક્ષ્મીનગર, રેલનગર અને મોરબી રોડ ઉપર ત્રણ નવી શાક માર્કેટ બનાવાશે
શહેરની વધતી જતી વસતિ અને વિસ્તારને ધ્યાને લઇ, શહેરમાં વધુ ત્રણ નવી શાક માર્કેટ બનાવવામાં આવશે. જેમાં સેન્ટ્રલ ઝોનમાં રેલનગર વિસ્તારમાં, વેસ્ટ ઝોનમાં લક્ષ્મીમીનગર વિસ્તારમાં તેમજ ઇસ્ટ ઝોનમાં વોર્ડ નં.૪ સેટેલાઈટ ચોક પાસે નવી શાક માર્કેટ બનાવવામાં આવશે. જે માટે બજેટમાં .૩૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

વર્ષેા જૂની યુબિલી અને કનકનગર શાક માર્કેટનુ ૬.૫૦ કરોડમાં નવીનીકરણ
યુબીલી શાકમાર્કેટ શહેરની મધ્યમાં આવેલ સૌથી જુની શાકમાર્કેટ છે. જે મોટી સંખ્યામાં લોકોની અવર–જવર ધરાવે છે. શહેરીજનોની સુવિધામાં વધારો કરવા માટે પાકિગ સુવિધા, ટ્રાફિક, એલીવેશન, વેન્ટીલેશન, મોડર્નાઇઝેશન સહિતની અધતન સુવિધાઓ ધ્યાને લઇ, યુબિલી શાકમાર્કેટ તથા કનકનગર શાક માર્કેટનું નવીનીકરણ કરવામાં આવશે. જે માટે બજેટમાં .૬૫૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application