દિવાળી એ રોશનીનો પર્વ છે, આપણી સંસ્કૃતિમાં સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક પર્વ એટલે દિવાળી.. દિપાવલીમાં મીઠાઈનું વિશેષ મહત્વ રહેલું છે. મીઠાઈ અને દિવાળી એકબીજાના પર્યાય છે, મધમધતી મનમોહક મીઠાઈઓનો રસથાળ હોય અને પ્રકાશનું પર્વ હોય એટલે મજો પડી જાય, મીઠાઈની મજા વગર દિવાળીનો તહેવાર અધુરો ગણાય એવી બન્નેની જુગલબંધી છે, દિવાળીમાં ખાસ મીઠાઈ બનાવવામાં આવે છે.
જામનગરમાં મીઠાઇના રાજા એટલે શીખંડ સમ્રાટ... આશરે ૭૦ વર્ષ જુની શીખંડ સમ્રાટ પેઢી સ્વ. શાંતિલાલ પ્રેમજીભાઇ ચોટાઇએ શરૂ કરી હતી, ત્યારબાદ તેમને હસમુખભાઇ એ આગળ વધારી હતી, તેમજ હાલ પેઢીમાં વિજયભાઇ, જીગ્નેશભાઇ, જુગલભાઇ પેઢીને સંભાળી રહ્યા છે. શીખંડ સમ્રાટમાં લગભગ પ૦ જાતના લાઇવ ફરસાણ મળી રહે છે. જે સવારે ૯ થી ૧૦ મળે છે. જેમાં સમોસા, ખમણ, ખાંડવી, સેન્ડવીચ ઢોકળા સહિતના સ્વાદિષ્ટ વ્યંજનો ગ્રાહકોને પીરસવામાં આવે છે. તેમજ ૩૬પ દિવસ ગ્રાહકો માટે ૪પ૦ થી વધુ મીઠાઇ સહિતની વાનગીઓનું વેચાણ કરવામાં આવે છે.
મીઠાઇઓમાં શીખંડ સમ્રાટ ખાસ કરીને દૂધ, માવા, કાજુ, ડ્રાયફ્રુટ, શુઘ્ધ ઘીની તેમજ લોટ સહિતની મીઠાઇઓ બનાવે છે. જેમાં ખાસ કરીને બંગાળી મીઠાઇ, શીખંડ, લીકવીડ મીઠાઇ, અંગુર રબડી, રસમલાઇ સહિતની વાનગીઓ ગ્રાહકોને વધુ પસંદ આવે છે. તેમજ દર રવિવારે પણ ગ્રાહકો માટે ખુલ્લી રાખવામાં આવે છે. તેમજ હોમ ડીલીવરી પણ રાખવામાં આવી છે. શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં ગ્રાહકોના સ્વાસ્થ્યને જાળવવા તેમજ તે સાથે સ્વાદિષ્ટ મીઠાઇઓ દેવદિવાળી બાદ બનાવવામાં આવશે.
જામનગરમાં મીઠાઈની દુકાનોની શ્રેણીમાં ટોંચનું એક બીજુ નામ શ્રી અંબીકા ડેરી પ્રોડક્ટસનું પણ છે, જેઓ મીઠાઈના અગ્રીમ વિક્રેતા છે અને ગ્રાહકોનો વિશ્વાસ જીતવામાં સફળ થયા છે, મીઠાઈની માર્કેટના તેઓ પણ મહારથી ગણાય છે, જામનગરના દિ.પ્લોટ, શેરી નં.૫૪, એસબીઆઈ બેંક પાસે આવેલી અંબીકા ડેરી પ્રોડક્ટવાળા ગીરધારીભાઈ વધવા અને હિરેનભાઈ વધવાએ જણાવ્યું હતું કે, જામનગરમાં લોકોને ઉત્તમ ગુણવત્તાની મીઠાઇઓ અને દુધ બનાવટો સાથે સેવા આપવા માટે સમર્પિત છીએ, ગ્રાહકોની ચોક્કસ જરૂરીયાતો અનુસાર ડ્રાયફ્રુટ બોકસ અને સ્વાદની સાથે સ્વાસ્થ્યનો પણ ખ્યાલ રાખીએ છીએ, તેમણે કહ્યું હતું કે દિવાળી સ્પેશ્યલમાં ડ્રાયફ્રુટ હેમ્પર એન્ડ બોક્સની સ્વીટમાં અલગ અલગ વેરાયટીઓ મનભાવક છે.
કાજુ સ્વીટ, બંગાળી સ્વીટ, માવાની મીઠાઈઓની ડીમાન્ડ રહે છે, કાજુ પ્લસ માવા મીક્સ મીઠાઈ અને સ્પેશ્યલ મીઠાઇઓમાં જુદી જુદી ફ્લેવરમાં કાજુ કતરી, કાજુ કમલ, કાજુ પીઝા, કાજુ ડાયમન્ડ વિગેરે મીઠાઈઓની લોકો માંગ કરી રહ્યા છે, આ ઉપરાંત સુગર ફ્રી સ્વીટની પણ સેવા ઉપલબ્ધ છે અને ખાંડ વિનાની મીઠાઈઓ પણ બનાવવામાં આવે છે, કાજુ પીસ્તા બદામ કીસમીસના આકર્ષક પેકીંગ સાથેના અલગ અલગ ભાવમાં બોકસ છે. ન્યુ અંબિકા પ્રોડકટસના હીરેનભાઇ વધવાએ જણાવય અનુસાર આ વર્ષે ગયા વર્ષ કરતા ૧૦ થી ૧પ ટકાનો મીઠાઇના ભાવમાં વધારો થયો છે. તેમજ ચાંદી અને સોનાના ભાવમાં વધારો થવાથી ચાંદી અને સોનાના વરખવાળી મીઠાઇઓમાં પણ ઓછું વેચાણ જોવા મળી રહ્યું છે. તેમજ અમો ૩૦ થી ૪૦ પ્રકારના નમકીન બનાવીએ છીએ. તેમજ ૬૦ થી વધુ મીઠાઇની આઇટમ બનાવીએ છીએ.
૩૫ વર્ષ જુની અને જાણીતી પેઢી અંબીકા ડેરી પ્રોડક્ટસ તેમની સ્વાદ અને સેવા માટે ખાસ જાણીતી છે, દિવાળી સ્પેશિયલ સ્વીટ ઉપરાંત ડ્રાયફ્રુટ મીઠાઈઓની કેટલાક ગ્રાહકો ડીમાન્ડ કરતા હોય છે. બારેમાસ મળતી અંગુર રબડી, રસમલાઈ, નમકીનની પણ આ દિવાળીના પર્વમાં આ વખતે ડ્રાયફ્રુટ મીઠાઈ અને કાજુ, બંગાળી માવા મીક્સ મીઠાઈની ડીમાન્ડ બજારમાં વધુ જોવા મળી રહી છે અને વર્ષથી સ્વાદપ્રિય નગરજનોને મધમધથી મીઠાઈઓનો રસથાળ પીરસ્સી રહ્યા છે અને આ વખતે પણ દિવાળીના પર્વ પર ઉપરોકત મીઠાઈના વેપારીઓ સ્વાદપ્રિય જનતા માટે સ્પેશ્યલ મીઠાઇનો ખજાનો લઈને આવ્યાં છે.
જામનગરમાં મીઠાઇની માર્કેટના મહારાજ એટલે નવલભાઈ મીઠાઈવાલા... આશરે ૮૨ વર્ષ જુની મીઠાઈની પેઢી ધરાવતા નવલભાઈ મીઠાઇવાલા એટલે ગ્રાહકોમાં ભરોસા પાત્ર જુનાને જાણીતા હોવાથી લોકો હોંશે હોંશે તેમની મીઠાઇઓ આરોગે છે. લગભગ ૧ર૪ પ્રકારના વ્યંજનો નવલભાઇ મીઠાઇવાલાને ત્યાં મળી રહે છે તેમજ ૭૮ પ્રકારની સ્વાદિષ્ટ મીઠાઇઓનો સ્વાદ ગ્રાહકો માણી રહ્યા છે. જેમાં ડ્રાયફ્રુટની કીવીપંચ જે નેચરલ ફ્રુટમાંથી બનાવવામાં આવે છે. જે ગ્રાહકોમાં વધુ પસંદ આવી રહી છે.
નવલભાઈ મીઠાઇવાલાના ભાવેશભાઈ વ્યાસ અને જયેશભાઈ વ્યાસે જણાવ્યું હતું કે હવે લોકોમાં મીઠાઈનો નવો ટ્રેડ આવ્યો. છે, ડ્રાયફ્રુટ આઇટમની ડીમાન્ડ વધુ રહે છે. તેમજ અમારે ત્યાં ૩૦ થી ૩ર પ્રકારના ફરસાણ મળી રહે છે. જે સવારે ૮ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી ગ્રાહકો માટે વેંચાણ કરવામાં આવે છે. લાભપાંચમ બાદ શિયાળાની સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યને અનુરૂપ મીઠાઇઓ બનાવવામાં આવશે. જેમાં અડદીયા, ખજુર પાક, ગુંદપાક, સાલમપાક સહિતની મીઠાઇઓ ગ્રાહકો માટે ખાસ બનાવવામાં આવશે.
આગળ કહ્યું હતું કે ડ્રાયફ્રુટ મીઠાઈઓની વધુ માંગ લોકો કરી રહ્યા છે, કાજુ કળશ, કાજુ ચોકલેટ બાઈટ, ડ્રાય ફ્રુટ પીઝા, કાજુ પાન, કાજુ કેસર બાઇટ ઉપરાંત બંગાળી મીઠાઇઓમાં ખાસ ચાલતી વેરાયટીઓમાં ક્રીમ પુડીંગ, સીતાફળ રબડી, કેસર રબડી, રસમલાઈ,બાસુંદી છે ઉપરાંત કાજુ મેસુબ, ડ્રાયફ્રુટ ધારી, મોનથાળ જેવા વ્યંજનો અને મઠ્ઠામાં પાઇનેપલ મઠ્ઠો, ફ્રુટ મઠ્ઠો, કેસર ડ્રાયફ્રુટ મઠ્ઠો છે.
આપણે ત્યાં સુગર ફ્રી મીઠાઇઓની પણ અવનવી વેરાયટીઓ છે, જેમાં ખાસ કરીને અંજીર ટીક્કી અને ડ્રાયફ્રુટ બાઇટની ડીમાન્ડ રહે છે, હાઇજેનીક પેકીંગ અને જુના ગ્રાહકોના ઓર્ડરો આવતા રહે છે, ખરીદી ધીરે ધીરે વધી રહી છે, શો-રૂમમાં ચોકસાઈ અને ગ્રાહકોને સવલત સાથે સેવા આપીએ છીએ, સ્વાદિષ્ટ મીઠાઈઓનો રસથાળ ઉપરાંત વ્યાજબી ભાવથી લોકોનું મનમોહી લેવામાં અમો સફળ રહ્યા છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસોનાના ભાવમાં મોટું ગાબડું, ચાંદી પણ સસ્તી થઈઃ જાણો નવા ભાવ
March 07, 2026 06:28 PMઆ 5 સસ્તી કાર નાના પરિવારો માટે બેસ્ટ!, સેફ્ટી ફિસર્ચ, મોટી સ્પેસ અને દમદાર એવરેજ
March 07, 2026 05:41 PMફાઈનલ મેચ પહેલા કિવી ટીમ બુમરાહથી ડરી, જાણો ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરે શું કહ્યું?
March 07, 2026 05:29 PMકતારના મોટા નિર્ણયથી પાકિસ્તાન લાચાર બન્યું, દરવાજા પર મંડરાયું આ ગંભીર સંકટ
March 07, 2026 05:09 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
