જિલ્લામાં "સેવા સેતુ","સ્વચ્છતા હી સેવા" અને "એક પેડ માં કે નામ" ત્રિવિધ કાર્યક્રમ
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી તા. 17 સપ્ટેમ્બરથી તા. 31 ઓકટોબર સુધી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ, સ્વચ્છતા હી સેવા, એક પેડ માં કે નામ જેવા કાર્યક્રમોનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. જેના સંદર્ભે સોમવારે કલેકટર કચેરી સભાખંડ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
જેમાં કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપતા જિલ્લા કલેક્ટર જી.ટી. પંડયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી તા. 17 સપ્ટેમ્બરથી તા. 31 ઓકટોબર સુધી દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ, સ્વચ્છતા હી સેવા, એક પેડ માં કે નામ જેવા જનહિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દસમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમ દરમિયાન સરકારની 55 જેટલી વિવિધ વિભાગોની સેવાઓનો લાભ નાગરિકોને એક સ્થળે મળી રહે તે માટે સુચારૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સાથે સાથે સ્વચ્છતા હી સેવા અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્વચ્છતા અંગેના જનભાગીદારી સાથે વિવિધ કાર્યક્રમો પણ યોજાશે. જેમાં જાહેર સ્થળો, બગીચાઓ, બસ સ્ટેન્ડ જેવા સ્થળોએ ગ્રામ વિકાસ વિભાગ, શિક્ષણ, આરોગ્ય, ખેતીવાડી વિભાગો સાથે સંકલન કરી તમામ નાગરિકો સહભાગી બને તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે. આ ઉપરાંત "એક પેડ માં કે નામ" અંતર્ગત જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દસમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં યોજાનાર છે. જેમાં વિગતે જોઈએ તો પ્રથમ તબક્કામાં નગરપાલિકા વિસ્તારમાં ખંભાળિયામાં તા. 26 સપ્ટે., સલાયામાં તા. 19, રાવલમાં તા. 17, દ્વારકામાં તા. 30, ભાણવડમાં તા. 5 ઓક્ટોબર અને ઓખામાં તા.17 ઓક્ટોબરના યોજાશે. જ્યારે ગ્રામ્ય કક્ષાએ ત્રણ તબક્કાઓમાં કાર્યક્રમ યોજાશે. જેમાં પ્રથમ તબક્કામાં તા. 17 સપ્ટેમ્બરના રોજ તમામ તાલુકાઓમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં ખંભાળિયા તાલુકાનો વડત્રા ખાતે, ભાણવડ તાલુકાનો ગુંદા ખાતે, દ્વારકા તાલુકાનો ટુપણી ખાતે તથા કલ્યાણપુર તાલુકાનો ભાટિયા ખાતે યોજાશે. ઉપરાંત જનભાગીદારી સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લો સ્વચ્છ બની રહે તે માટે સૌ નાગરિકોને કલેક્ટરે અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ભૂપેશ જોટાણીયા, ખંભાળિયા પ્રાંત અધિકારી કે.કે. કરમટા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગોહિલ, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationટ્રમ્પ ૨.૦ના ટેરિફ વોરના ભયને કારણે ભારતમાં શરૂ થઇ ગઈ નેગેટીવ અસરો
November 18, 2024 11:01 AMપોરબંદરના કેન્દ્રીય વિદ્યાલયમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીનું પ્રદર્શન યોજાયું
November 18, 2024 11:00 AMદ્વારકામાં જગતમંદિરે શિખર ઉપર 150 પદયાત્રીઓ દ્વારા નવ ધ્વજાજી ચડાવી
November 18, 2024 11:00 AMજેતપુરના કેમિકલ યુક્ત પાણી પ્રશ્ને એડવોકેટો પણ સેવ પોરબંદર સી ની લડતમાં રહેશે સાથે
November 18, 2024 10:58 AMમોદી સરકાર સાંસદોને ગેરલાયક ઠેરવવા અંગે બનાવશે નવા નિયમો
November 18, 2024 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech