ટ્રમ્પ ૨.૦ના ટેરિફ વોરના ભયને કારણે ભારતમાં શરૂ થઇ ગઈ નેગેટીવ અસરો

  • November 18, 2024 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકી પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ, યુએસ ડોલર ઇન્ડેકસ ૪ ટકાથી વધુ વધીને ૧૦૬.૬૭ પર પહોંચી ગયો છે, જેના કારણે ભારતીય પિયો ડોલર સામે ૦.૫ ટકા ઘટીને ૮૪.૪૮ પિયાના સર્વકાલીન નીચા સ્તરે પહોંચી ગયો છે. યારે આ સમયગાળા દરમિયાન ચીનનો યુઆન ૧.૮૩ ટકા ઘટો હતો. આ ઉપરાંત સોના–ચાંદી સહિત તમામ બેઝ મેટલ્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ટ્રમ્પની જીત પછી અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર ૨.૦ ના ભયને કારણે વૈશ્વિક મેટલ ઇન્ડેકસ અત્યાર સુધીમાં ૯ ટકા ઘટો છે.
નિષ્ણાતોના મતે ટ્રમ્પની 'અમેરિકા ફસ્ર્ટ' નીતિના કારણે ચીનની સાથે ભારતમાંથી નિકાસ કરવામાં આવતા સામાન પર ટેરિફ વધી શકે છે. તેનાથી ખાસ કરીને આઈટી, ફાર્માસ્યુટિકલ અને ટેકસટાઇલ સેકટરને અસર થશે. થિંક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવએ જણાવ્યું હતું કે ટ્રમ્પ ભારતના ઓટોમોબાઇલ, ટેકસટાઇલ, ફાર્મા અને વાઇન સેકટર પર ઐંચા ટેરિફ લાદી શકે છે. યુબીએસ સિકયોરિટીઝે કહ્યું કે ટ્રમ્પ ભારત માટે સારા છે પરંતુ ટ્રમ્પના આવવાથી ટેરિફ વોર ફાટી નીકળશે અને વૈશ્વિક અર્થવ્યવસ્થા ધીમી પડી જશે, જેની અસર ભારતના વિકાસ દર પર પણ જોવા મળશે. જોકે ટ્રમ્પ ૨.૦થી યુએસમાં વધુ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન થવાની ધારણા છે, જેનાથી ક્રૂડ સસ્તું થશે અને ભારતને ફાયદો થશે. જાપાનીઝ બેંક મિત્સુબિશી યુએફજીના જણાવ્યા અનુસાર ચીન પર વધારાના ટેરિફને કારણે યુએસની માંગમાં ઘટાડો એશિયન દેશોની નિકાસને પણ અસર કરશે. ભલે આ દેશોને યુએસ ટેરિફનો સીધો ફટકો ન પડે. તેનાથી ઈન્ડોનેશિયાની ખનિજ નિકાસ પર અસર થઈ શકે છે. આ સિવાય જાપાન, તાઈવાન અને દક્ષિણ કોરિયાને પણ અસર થશે, યાં ચીન સૌથી મોટો વેપારી ભાગીદાર છે. વિયેતનામની ઈલેકટ્રોનિકસ નિકાસ પણ ટ્રમ્પનું ટાર્ગેટ હોય શકે છે, જેથી ચીનના ઉત્પાદનોને વિયેતનામના માધ્યમથી યુએસ માર્કેટમાં પ્રવેશતા અટકાવી શકાય



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application