↵
બૌદ્ધ સમાજ, જામનગર દ્વારા ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૫ના રોજ દેશના ૭૫માં ગણતંત્ર (સંવિધાન) દિનની ઉજવણી ભારતીય સંવિધાનના નિર્માતા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા લાલ બંગલા ખાતે હર્ષોલ્લાસપુર્વક મનાવાવમાં આવેલ હતી, જેમાં સૌ પ્રથમ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરેલ અને ભગવાન બુદ્ધના તૈલી ચિત્રને પુષ્પો અર્પણ કરી દીપ પ્રગટાવવામાં આવેલ અને બૌદ્ધ સમાજના આરતીબેન ભગત દ્વારા સમુહ વંદના લેવડાવવામાં આવેલ હતી.
ત્યારબાદ રમેશભાઇ પરમાર, કાનજીભાઇ વાણવી, મનુભાઇ મકવાણા નિવૃત એસ.એસ.આઇ. તથા બૌદ્ધ સમાજના પ્રમુખ આયુ. મિલિન્દકુમાર મકવાણા દ્વારા ભારતીય સંવિધાનની વિશેષતા સંબંધી પ્રાસંગિક પ્રવચનો કરેલ અને વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશમાં બૌદ્ધ, હિન્દુ, શીખ, ઇસાઇ, મુસ્લિમ જેવી વિવિધ જાતિઓ, ધર્મ અને ભાષાના લોકોમાં જે વિવિધતામાં એકતા જોવા મળે છે અને ભારતનું લોકતંત્ર સુરક્ષિત છે તે ભારતીય સંવિધાનની પરી પકવતાની દેન છે તેવું તમામ વકતાઓએ જણાવેલ હતું.
આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં ગૌતમભાઇ પાઢેન, અશ્ર્વિનભાઇ રાઠોડ, માધવજીભાઇ ચાવડા, હમીરભાઇ પાંડાવદરા, નાથાલાલ રાઠોડ, કિરણભાઇ મકવાણા, વસંતભાઇ પરમાર, અજબરાવ ભગત તેમજ શોભનાબેન કાબા, શારદાબેન ભગત, સોનલબેન પરમાર, વિજયાબેન બૌદ્ધ, રંજનાબેન વાનખેડે, મનકર્ણાબેન પાટીલ વિગેરે સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.