વહુ તો ઘરમાં ડ્રેગન ફ્રુટ અને ડ્રાયફ્રુટ ખાય છે : મામલો પોલીસમાં પહોચ્યો
રાજકોટના અમીન માર્ગ પરની ગુલાબ વાટીકા સોસાયટી શેરી નં. ૪માં રહેતી અને બેચલર ઓફ ડેન્ટલ સર્જરીનો અભ્યાસ કરનાર જાનવીબેન નામની ૨૯ વર્ષની પરિણીતાએ જામનગર રહેતા પતિ સાવન, સસરા સુરેશભાઇ ડાયાભાઇ ઝાલાવાડીયા, સાસુ રીટાબેન અને જેઠ સાગર વિરુઘ્ધ મહિલા પોલીસમાં ત્રાસ અને દહેજ ધારા હેઠળ ફરીયાદ નોંાવી છે.
ફરીયાદમાં જાનવીબને જણાવ્યુ છે કે ગત તા. ૨૧-૫ના રોજ તેના લગ્ન થયા હતા, સાસુ, સસરા વીસેક દિવસ રહયા હતા ત્યારે સાસુએ નાની નાની બાબતોમા માનસીક રીતે ટોર્ચર કરવાનુ શ કરી દીધુ હતું ધરકામ બાબતે મેણા મારી પિયરમાથી પૈસા લઇ આવવા માટે વારંવાર કહેતા એટલુ જ નહી ઘરકામ સમયસર કરે તો પણ સાસુ ટોર્ચર કરતા હતા પતિને ફરીયાદ કરે તો તેની ઉપર ગુસ્સો કરી કોઇ વાત સાંભળતા નહીં
લગ્નના બે મહીના બાદ પતિએ પિયરથી ા. ૫૦ હજાર આપવાનુ કહયુ હતું જેથી તેના પિતાએ તે રકમ આપી હતી ગત દિવાળી વખતે ફરીથી પિયરથી ૫૦ હજાર લાવવા માટે દબાણ કર્યુ હતું ત્યારબાદ તે પતિ સાથે સુરત ગઇ ત્યારે ા. ૧.૫૦ લાખ સાસુ સસરાને આપ્યા હતા તે વખતે જેઠે ા. ૫ લાખની માગણી કરી હતી સાથોસાથ જો રકમની વ્યવસ્થા ન થાય તો ઘરમાથી કાઢી મુકવાની ધમકી આપી હતી.
દિવાળી બાદ સસરા જામનગર આવ્યા હતા પાડોશીઓને સાસુ સસરા કહેતા હતા કે અમારી વહુ તો ઘરમાં ડ્રેગન ફ્રુટ અને ડ્રાયફ્રટ જ ખાય છે તેણે તેના મારતરમાં કાંઇ જોયુ નથી, સાસરીયાઓ ઘર વપરાશની કોઇ વસ્તુ આપતા નહી ગત તા. ૨૦ નવેમ્બરના રોજ સાસરીયાઓ તેની સાથે ઝઘડો કર્યો હતો, પાંચ દિવસ પછી પતિએ ઘરમાથી કાઢી મુકી હતી, એ પછી તેણીના મોટાબાપુએ સમાધાન માટે ફોન કરતા પતિએ તોછડાઇથી વાત કરી હતી, એ પછી ફોન ઉપાડતા ન હતા અને સમાધાન થયુ ન હતું. આખરે મામલો પોલીસ મથકમાં પહોચ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાત સમાચાર ડિરેક્ટર સ્મૃતિબેન શાહને પરિમલ નથવાણી દ્વારા શ્રધ્ધાસુમન
April 19, 2025 01:28 PMસલાયાઃ વેપારીઓએ ખોટા-ફ્રોડ કોલથી ચેતવું
April 19, 2025 12:49 PMમુરલીધરને સૂકા મેવાનો મનોરથ અર્પણ
April 19, 2025 12:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech