ગરમી બાદ વરસાદ! જસદણ, ગોંડલ અને અમરેલીમાં વાતાવરણ પલટાયું, ખેડૂતો પરેશાન

  • May 20, 2025 09:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે, ત્યારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં કડાકા-ભડાકા અને પવન સાથે વરસાદ વરસ્યો છે. આ અણધાર્યા માવઠાને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે.


દેશના અન્ય રાજ્યો, જેમ કે દિલ્હી અને બેંગલુરુમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે, જ્યાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ગુજરાતમાં પણ વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.


જસદણ અને ગોંડલમાં ધોધમાર વરસાદ
રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આંબરડી ગામ સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. સતત વરસી રહેલા વરસાદથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે તેમની ચિંતામાં વધારો થયો છે.

બીજી તરફ ગોંડલમાં પણ સવારથી અસહ્ય ગરમી અને બફારા બાદ વાતાવરણ પલટાયું હતું. ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. આ કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.


​​​​​​​અમરેલીમાં ઠંડક પ્રસરી, છતાં ખેડૂતોને નુકસાનની ભીતિ

અમરેલી જિલ્લામાં પણ કમોસમી વરસાદ નોંધાયો હતો. સાવરકુંડલા અને બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. અચાનક વાતાવરણમાં પલટો આવતા ગરમીમાંથી રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે, આ કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે કારણ કે ઉનાળુ પાકને નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application