બનાસકાંઠા જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરોધી દળ (ACB) દ્વારા વધુ એક લાંચિયા અધિકારીને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. એક GST ઇન્સ્પેક્ટર ઈ-કોમર્સના GST નંબર આપવા માટે ₹2,000ની લાંચ લેતા પકડાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદીના પિતાએ ઈ-કોમર્સનો ધંધો શરૂ કરવા માટે GST નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી હતી. આ અરજીના અનુસંધાને, આરોપી GST ઇન્સ્પેક્ટર હનુમાનપ્રસાદે ફરિયાદીને ફોન કરીને જણાવ્યું કે તેઓ સ્થળ વિઝિટ અને વેરિફિકેશન માટે આવશે. ત્યારબાદ, ઇન્સ્પેક્ટર ફરિયાદીના ઘરે રૂબરૂ જઈને વિઝિટ કરી, ફોટા પાડી અને પોઝિટિવ રિપોર્ટ આપવા સારું ₹2,000ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચના આ નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે બનાસકાંઠા ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે ACB દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ છટકા દરમિયાન આરોપી ઇન્સ્પેક્ટરે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની રકમ સ્વીકારતા તે રંગેહાથ ઝડપાઈ ગયો હતો.
ACBએ આરોપી GST ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના સરકારી કામોમાં લાંચ-રુશ્વતની પ્રથાને ફરી એકવાર ઉજાગર કરે છે અને ACBની સક્રિયતા દર્શાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech