જામનગર શહેરમાં દરબારગઢથી ચાંદી બજાર તરફનો રસ્તો વન વે છે અને દરબારગઢથી બર્ધનચોક માંડવી ટાવર પણ વન વે છે. માંડવી ટાવર, બર્ધન ચોક, દરબારગઢ વિસ્તારને હાઇકોર્ટ દ્વારા નો હોકિંગ ઝોન તરીકે જાહેર કરેલ છે.
આવનારા તહેવારોમાં કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને અને લોકોને સુવ્યવસ્થા મળે તે માટે વન વે અને નો હોકિંગ ઝોનનો ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ. આ બજારોમાં મોટા ભાગે ભીડ હોય જ છે. જેમાં યુવાઓ વડીલો ખાસ કરી મહિલાઓ અને તેમની સાથે નાના-નાના બાળકો આવતા હોય છે અને ત્યાં જ લાયસન્સ વગર ખુલ્લેઆમ ફટાકડા વેચાતા હોય છે. તે પણ કોઈ પણ પ્રકારના સેફટી અને ફાયર સેફટી વગર તે બાબતે ખાસ ધ્યાન આપવાની જરૂર છે.
આ તહેવાર વખતે દરબારગઢથી માંડવી ટાવર બેરીકેટ નહીં લગાડી આપની ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક વ્યવસ્થાને સુદ્રઢ કરવામાં આવે અને બંને રસ્તાઓ વન વેના નિયમો પ્રમાણે રાખવા જરૂરી પગલા લેવામાં આવે તેવી માંગણી અને રજૂઆત બર્ધન ચોક વેપારી એસોસિયેશન દ્વારા કલેક્ટર સમક્ષ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application