ખંભાળિયામાં ઈદના જુલુસમાં લહેરાવ્યા પેલેસ્ટાઈન દેશના ઝંડા

  • October 06, 2025 12:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખંભાળિયામાં શનિવારે યોજાયેલા ઈદના જુલુસમાં કેટલાક શખ્સો દ્વારા પેલેસ્ટાઈન દેશના ફ્લેગને પ્રદર્શિત કરી, આ અંગે વૈમનસ્ય ફેલાય તેવા કૃત્ય કરવા સબબ એક શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.


આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ શનિવારે મુસ્લિમ સમાજ દ્વારા ૧૧ મી શરીફની ઈદના અનુસંધાને શહેરમાં જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પેલેસ્ટાઇન દેશના ફ્લેટ બનાવી અને આ ધાર્મિક જુલુસ દરમિયાન આ પેલેસ્ટાઈન દેશનો ફ્લેગ જાહેરમાં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.


આ કૃત્ય કરનાર શખ્સ આમદ અબ્દુલ રૂખડા (રહે. નારણવાડી, માજોઠી પાડો ખંભાળિયા)એ પેલેસ્ટાઈન ફ્લેગ જાહેરમાં પ્રદર્શિત કરી તેમજ તેણે અન્ય બાળકો મારફતે પણ આ ફ્લેગ પ્રદર્શિત કરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત જુલુસ દરમિયાન પોતે ઉશ્કેરણીજનક સૂત્રોચાર કરી અને જુદા જુદા પ્રાદેશિક જૂથો વચ્ચે વૈમનસ્ય ફેલાય તેમજ જાહેર શાંતિનો ભંગ થાય તેવું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું જાહેર થયું છે. 
​​​​​​​

આ સમગ્ર પ્રકરણ સંદર્ભે ખંભાળિયા પોલીસ મથકના પીએસઆઈ યુ.કે. જાદવની ફરિયાદ પરથી પોલીસે આમદ અબ્દુલ ‚ખડા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ તેમજ જુવેનાઇલ જસ્ટિસ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. બી.જે. સરવૈયા દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application