જામનગર સહિત સમગ્ર હાલારમાં આવતીકાલે મહાશિવરાત્રિના પવિત્ર પર્વે શિવાલયોમાં ૐ નમ: શિવાયનો નાદ ગુંજી ઉઠશે, જામનગર સહિત કેટલાંક ગામોમાં શોભાયાત્રાનું પણ આયોજન કરાયું છે, ઠેર-ઠેર બમ-બમ ભોલે... નો નાદ સંભળાશે, ઠેર-ઠેર શિવપૂજા, લઘુરુદ્ર યજ્ઞ, રૂદ્રાભિષેક, નૂતન ધ્વજારોહણ, દિપમાળા, મહાઆરતી, બટુક ભોજન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જ્યારે સવારના પાંચ વાગ્યાથી રાત્રિના ૧૧ વાગ્યા સુધી શિવ મંદિરોમાં ભક્તો શિવને રીઝવવા પૂજા-અર્ચના કરશે અને શિવ ભક્તો ભાંગનો પ્રસાદ આરોગશે.
હાલારના ગામડાંઓની વાત લઇએ તો, ભાણવડ નજીક કિલ્લેશ્ર્વર, ઇન્દ્રેશ્ર્વર, અને બિલેશ્ર્વરમાં વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જામજોધપુરના સિદસર વિસ્તારમાં ટાંકેશ્ર્વર, સતાપરમાં સપ્તેશ્ર્વર, લાલપુર નજીક ભોળેશ્ર્વર, ધુનડા નજીક ભાયેશ્ર્વરમાં સવારે ૮ થી રાત્રિના ૧૨ વાગ્યા સુધી મહાઆરતી, ભજન અને શિવવાણીનો ધાર્મિક કાર્યક્રમ યોજાશે, જ્યારે ગોપની બાજુમાં ગોપનાથ, ધ્રોલમાં વૈજનાથ તેમજ સચાણાના મહાદેવના મંદિરમાં ભગવાન શિવનો જય જય કાર થશે, દર વખતની જેમ ખીમરાણામાં આવેલા ભવનાથ મહાદેવના મંદિરમાં વિશિષ્ટ પૂજા, શિવ શોભાયાત્રા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે ખીમેશ્ર્વર મહાદેવના મંદિરમાં પણ ભગવાનનો શણગાર સહિતના વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
વર્ષો જુના જોડીયાના બાદનપર પાસે આવેલા કનકેશ્ર્વર મહાદેવ મંદિરમાં પણ ૐ નમ: શિવાયનો નાદ ગુંજી ઉઠશે, વિશિષ્ટ પૂજા અને લઘુરુદ્રનો કાર્યક્રમ યોજાયો છે, મોટા વડાળાના વર્ષો જુના પ્રગટેશ્ર્વર મહાદેવના મંદિરમાં શિવનાદ ગૂંજી ઉઠશે, કાલાવડના કલ્યાણેશ્ર્વર, પીપળેશ્ર્વર, ધીંગેશ્ર્વર સહિતના મંદિરોમાં ભગવાન શિવની આરાધના થશે, મોડપર પાસે તુંગેશ્ર્વર, ખંઢેરા નજીક સુખનાથ, સોયલ નજીક સોયલેશ્ર્વર, ફલ્લામાં તપેશ્ર્વર, દ્વારકામાં જ્યોર્તિલીંગ નાગેશ્ર્વર ખાતે પણ વિશિષ્ટ કાર્યક્રમો યોજાશે, જ્યારે ભડકેશ્ર્વર મહાદેવ મંદિરમાં પણ વિશિષ્ટ પૂજા થશે, જ્યારે ષોડસોપચાર પૂજા અને વિશિષ્ટ શ્રૃંગાર રાખવામાં આવ્યા છે, ખંભાળીયામાં રામનાથ અને ખામનાથ મંદિરમાં ભક્તો શિવનો જય જય કાર બોલાવાશે.
આ ઉપરાંત સડોદરમાં ફૂલનાથ મહાદેવના મંદિરે ચાર પ્રહરની આરતી થશે તેમજ માંડાસણ ગામની રાસમંડળીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે, પીપળેશ્ર્વર મહાદેવ મંદિરમાં ધ્વજારોહણ, જામનગરમાં સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા શિવ પરિવારની ઝાંખીના દર્શન અને સરબત વિતરણ, બેડેશ્ર્વરના અખંડેશ્ર્વર મહાદેવ મંદિરમાં સવારે ધ્વજારોહણ, મહાઆરતી અને મહાપ્રસાદ તેમજ દરેડમાં સિદ્ધેશ્ર્વર મહાદેવના મંદિરમાં રુદ્રાભિષેક, મહાપૂજા, દેવ એજ્યુ. એન્ડ મેડીકલ ફાઉન્ડેશન દ્વારા થશે, જેમાં તક્ષશિલા, પરશુરામ ધામ પરિવાર અને મંદિર નિર્માણ સમિતિ પણ જોડાશે, સાંજે ૬ થી ૯ વાગ્યા દરમ્યાન દ્રાભિષેક, મહાપૂજા અને આરતી થશે.
આ ઉપરાંત ગાંધીનગરમાં ઇચ્છેશ્ર્વર મહાદેવના મંદિરમાં ભવ્ય દર્શન, આરતી, મધ્ય આરતી, સંધ્યા શ્રૃંગાર આરતી અને રાત્રિના મહાઆરતી અને મહાપૂજાના શ્રૃંગાર દર્શન, સાંજે ૫ થી ૧૦ વાગ્યા સુધી યોજાશે, જ્યારે દરેડમાં આવેલ નિલકંઠ મહાદેવના મંદિરમાં ૧૦૦૦ કમળ પૂષ્પનો અભિષેક શિવરાત્રિના રાત્રે ૧૦ થી ૧૨ સુધી યોજાશે, ખંભાળીયામાં પણ રાબેતા મુજબ શિવની વરણાંગી નીકળશે, જેમાં હજારો ભક્તો જોડાશે.
જામનગરના સિધ્ધનાથ મહાદેવ મંદિરમાં વિશિષ્ટ આરતી તથા શ્રૃંગારના દર્શન યોજાશે જ્યારે બપોરના ૩ વાગ્યે શિવ શોભાયાત્રા નીકળશે, ભીડભંજન મહાદેવના મંદિરમાં ભગવાન શિવની વિશિષ્ટ પૂજા, મહાઆરતી અને ભવગાન શિવને શણગારાશે, ગોકુલનગર રડાર રોડ પાસે આવેલ મુક્તેશ્ર્વર મહાદેવના મંદિરમાં વિશિષ્ટ પૂજા સહિતના કાર્યક્રમો યોજાશે. શહેરમાં વર્ષોજુના હજારેશ્ર્વર મહાદેવના મંદિરમાં ભગવાન શિવની આરાધના કરવામાં આવશે તેમજ વિશિષ્ટ દર્શન અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો છે, વૈજનાથ, કુબેરભંડારી, હાટકેશ્ર્વર, અખંડેશ્ર્વર, ઇચ્છેશ્ર્વર, પ્રતાપેશ્ર્વર, જડેશ્ર્વર, રામેશ્ર્વર, ચંદ્રમૌલેશ્ર્વર, કાલેશ્ર્વર, જંગલેશ્ર્વર, હેમેશ્ર્વર, તાડકેશ્ર્વર, સુખનાથ, જાગનાથ, સર્વેશ્ર્વર, ભૂતનાથ, કલ્યાણેશ્ર્વર, હંસેશ્ર્વર, નાગેશ્ર્વર, સોમનાથ, બાલનાથ, ત્ર્યંબકેશ્ર્વર, નીલકંઠ, બદરી કેદારનાથ, અમરનાથ, નર્મદેશ્ર્વર સહિતના અનેક શિવ મંદિરોમાં કાલે ભગવાન શિવનો જય જય કાર થશે, ઠેર-ઠેર બમ-બમ ભોલે અને મહાદેવ હર... નો નાદ સંભળાશે અને ભક્તો શિવમય બની જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકાશ્મીરમાં આજે પણ આંધી સાથે વરસાદની આગાહી, શાળા-કોલેજોમાં રજા, રામબનમાં વાદળ ફાટતા ભારે વિનાશ
April 21, 2025 10:24 AMનવી શિક્ષણનીતિ મુજબ આજે પ્રથમ વખત મળેલી સૌ. યુનિ.ની બોર્ડ ઓફ સ્પોર્ટ્સની બેઠક
April 21, 2025 10:23 AMગુજરાતમાં આજથી એક સપ્તાહ સુધી ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ
April 21, 2025 10:21 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech