નવી શિક્ષણ નીતિ અમલમાં આવ્યા પછી આજે પ્રથમ વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે બોર્ડ ઓફ સ્પોર્ટ્સ અને ફિઝિકલ એજ્યુકેશનની એક બેઠક મળી હતી. અંતર યુનિવર્સિટી સ્પર્ધામાં ભાગ લેવા જતા ખેલાડીઓને જો ઈજા થાય તો તેમનો સંપૂર્ણ ખર્ચ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભોગવે તે સહિતના જુદા જુદા 30 મુદ્દાઓ પર આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પર હોકી બાસ્કેટબોલ લોન ટેનિસ રાયફલ શુટીંગ જીમનેસિયમ સ્વિમિંગ પૂલ ટર્ફ વિકેટ સહિતના જુદા જુદા મેદાનો આવ્યા છે. તે ભાડે આપવા અંગેના નિયમો આજની બેઠકમાં ચર્ચામાં લેવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજને મેદાન ભાડે આપવાના કિસ્સામાં તેમની પાસેથી ભાડે વસૂલવું કે નહીં તે મુદ્દે પણ આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં જતા ખેલાડીઓ કોચ મેનેજર વગેરેને ટ્રેકસૂટ ડ્રેસ શૂઝ બેગ કેપ વગેરે આપવાની દરખાસ્ત આજની બેઠકમાં મૂકવામાં આવી હતી અને આ માટે રુ. 36.75 લાખના ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓ જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સલગન કોલેજોના પ્રથમ વર્ષમાં એડમિશન લે ત્યારે તેમની પાસેથી પ્રથમ વરષે તમામ સેમેસ્ટરની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ફી વસૂલવાની દરખાસ્ત પણ આજની બેઠકમાં રજૂ કરવામાં આવી હતી. યુનિવર્સિટી ની ટીમ જ્યારે બહારગામ જવાની હોય ત્યારે ટ્રેનની ટિકિટ બુક કરવાની જવાબદારી મેનેજરની હોય છે. પરંતુ જો કોઈ કિસ્સામાં મેનેજરથી ટિકિટ બુક ન થઈ શકે તો ખાનગી એજન્ટ પાસે મારફત પણ ટિકિટ બુક કરવાનું નક્કી કરાયું હતું. લોકલ અને બહારગામના ખેલાડીઓ કોચ મેનેજર વગેરેના ભથ્થામાં વધારો કરવાની દરખાસ્ત પણ આ બેઠકમાં ચર્ચામાં લેવામાં આવી હતી. આર્મી અને પોલીસ ભરતી પરીક્ષા પૂર્વે બહારના લોકો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસના રનિંગ ટ્રેકનો ઉપયોગ કરતા હોય છે. આવા લોકો પાસેથી દર મહિને ચોક્કસ ફી લેવાનું પણ આજની બેઠકમાં ચર્ચાયુ હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમહાનગરપાલિકા બન્યા પછી વિસ્તાર વધ્યો હોવાથી સફાઇ કામદાર વધારાય કે ઘટાડાય?!
April 21, 2025 03:07 PMચીને ચાંદીના પાવડરનો ઉપયોગ કરીને વિકસાવ્યો ખતરનાક હાઇડ્રોજન બોમ્બ
April 21, 2025 03:03 PMપશ્ર્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરો
April 21, 2025 03:02 PMપોરબંદર જિલ્લામાં ૩૭૦ લાખના ૧૦૮ કામો થયા મંજુર
April 21, 2025 03:01 PMપોરબંદરના ઘેડ પંથકમાં ભરાતા વરસાદી પાણીના નિકાલના પ્રોજેક્ટ માટે ૧૩૯ કરોડનું ટેન્ડર થયું મંજુર
April 21, 2025 03:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech