માવઠા એ કયર્િ કેરીના હાલ બેહાલ: કેશર કેરીના 10 કિલોનો બોકસના 1000 થી 1300: હજુ પણ કાબર્ઇિડ અને સ્પ્રે નાખીને કેરી બનાવવાનો સીલસીલો જારી: જામ્યુકોના ફૂડ શાખાના અધિકારીનો લોકોના આરોગ્ય કંઇ પડી ન હોવાનો આક્ષેપ
જામનગર સહિત સમગ્ર હાલારમાં કેરીની અડઘી સીઝન પૂરી થઇ ગઇ છે, પરંતુ હજુ ભાવમાં બહુ ફેર પડ્યો નથી, અવારનવાર માવઠાના કારણે 40 ટકા કેરીનો પાક ખરી ગયો છે, જેને લીધે આ વખતે ગયા વખત કરતા ભાવમાં રપ ટકાનો વધારો થયો છે, જામ્યુકોનું ફૂડ શાખાનું તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે, લોકોના આરોગ્યની કંઇ પડી નથી તેવા આક્ષેપો થઇ રહ્યા છે, રપ પિયાના કીલો લેખે સેંકડો મણ કાચી કેરી જામનગરમાં ઠલવાઇ છે, પરંતુ સ્પ્રે અને કાબર્ઇિડ નાખીને માત્ર 1ર કલાકમાં કેરી પકાવીને ા. 130 થી 170 માં વહેંચીને તગડો નફો કમાવવાની પ્રક્રિયા હજુ પૂરી થઇ નથી. ત્યારે અવારનવાર માવઠાના કારણે કેરીનો પાક નાશ થતો જાય છે એ લોકો માટે દુ:ખદાયક બની ગયું છે. કેરી મોંઘા ભાવે મળી રહી છે એટલું જ નહીં આરોગ્યને નુકશાન થાય તે રીતની પ્રક્રિયા કરવામાં આવે છે. ત્યારે હજુ પણ માવઠાની શકયતા છે ત્યારે આ વખતે લોકોને જે રીતે કેરી ખાવાની મજા આવવી જોઇએ એ નથી આવી એ હકીકત છે.
જામનગરમાં લગભગ રોજની 2000 થી 2500 બોક્ષ કેરી બજારમાં આવક થાય છે, એટલે કે રોજની જામનગરની ફ્રુટ બજારમાં અંદાજીત 20 થી 25 હજાર કીલો જેટલી કેરી આવે છે, જો આમ જામનગરની ફ્રુટ બજારની વાત કરીએ તો ગીર તલાલાની કેશર કેરી, હનુમાનગઢ-રાણાવાવની કેશર કેરી, વલસાડની કેશર કેરી, કચ્છની કેશર કેરી, બેંગ્લોરની હાફુશ, મહારાષ્ટ્ર રત્નાગીરીની હાફુશ, લાલબાગની તોતા કેરી તેમજ બદામ કેરી તેમ અલગ અલગ જાતની કેરીઓ જામનગરની બજારમાં જોવા મળે છે.
જામનગરની બજારમાં વિવિધ જાતની કેરી જોવા મળે છે, 20 થી 25 હજાર કીલો કેરીની રોજ આવક થાય છે, જેમાં લગભગ 15 હજાર કીલો જેટલી ગીર તલાલાની કેરીની આવક થાય છે, તેમજ 5 થી 7 હજાર જેટલી બેંગ્લોર અને રત્નાગીરીની હાફુશ કેરીની આવક થાય છે.
હાલ બજારની મળતી માહિતી મુજબ ગીર કેશર કેરીની ભાવ 1000 થી કરીને 1300 રૂપીયા 10 કીલોના બોક્ષનો ભાવ જોવા મળે છે તેમજ વલસાડની કેશર કેરીની આવક પણ થઇ ચૂકી છે, તેના ભાવની વાત કરીએ તો 10 કીલોનો બોક્ષ અંદાજીત 700 થી 900 રૂપીયા બજાર ભાવ હાલ જોવા મળે છે, વલસાડની કેશર કેરી બજારમાં અખાત્રીજ પછી જ આવક થાય છે.
બજારમાં વેપારીઓ દ્વારા જાણવા મળતી માહિતી મુજબ કચ્છની કેશર કેરી પહેલા વરસાદ પછી એટલે કે હવે લગભગ 15 દિવસ પછી આવક શ થશે, કચ્છની કેશર કેરીની વાત કરીએ તો તેનો ગયા વર્ષનો અંદાજીત ભાવ 5 કીલોના બોક્ષના 300 થી 400 રૂપીયા હતો.
કેરીની દુનિયામાં હાફુશ કેરીએ બીજા ક્રમનું સ્થાન ધરાવે છે, હાફુશ કેરી લોકો વધુ પડતી પસંદ કરતા હોય છે, તેમાં પણ મહારાષ્ટ્ર રત્નાગીરી થી આવતી હાફુશ કેરી પુરા ભારતમાં તેમજ ગુજરાતમાં વધુ પડતી ખવાય છે, મહારાષ્ટ્રની રત્નાગીરી હાફુશની વાત કરીએ તો તે અત્યારે બજારમાં વધુ પડતી જોવા મળે છે, તે લગભગ જામનગરની બજારમાં 4 થી 6 હજાર કીલો જેટલી રોજની આવક થાય છે. તેનો અંદાજીત બજાર ભાવ અત્યારે 9 કીલાના બોક્ષનો 1200 થી 1600 રૂપીયા જોવા મળે છે.
તેમજ હાફુશ કેરીમાં જ બેંગ્લોર થી આવતી હાફુશ કેરી પણ અત્યારે સારી એવી ચાલે છે, બેંગ્લોરની હાફુશ કેરીની બજાર કિંમત અંદાજીત 9 કીલોના બોક્ષની 800 થી 900 રૂપીયા જોવા મળે છે.
લાલબાગની તોતા કેરી પણ બજારમાં ચાલે છે, પણ તે કેરી અત્યારે લોકો બહુ ઓછી પસંદ કરે છે, તોતા કેરીના ભાવ હાલ બજારમાં 10 કીલોના બોક્ષના 400 થી 500 રૂપીયા હાલે છે તેમજ બજારમાં આવતી બદામ આકારની કેરી જેને બદામ કેરી કહેવામાં આવે છે, તે કેરી પણ બજારમાં હાલ આવી રહી છે, પણ તેને લોકો દ્વારા એટલી પસંદ કરવામાં આવતી નથી, તેનો ભાવ હાલ બજારમાં 9 કીલોના બોક્ષના 500 થી 600 રૂપીયા હાલે છે.
હાલ જામનગરની ફ્રુટ બજારના વેપારીઓ દ્વારા જાણવા મળતી માહિતી મુજબ ગયા વર્ષની સરખામણીમાં કેરીના ભાવમાં આ વર્ષે લગભગ 20 થી 25 ટકા જેટલો વધારો થયો છે.
હાલ જામનગરની બજારનું નિરીક્ષણ કરતા તેમજ લગભગ વેપારીઓને પુછપરછ કરતા જાણવા મળ્યું છે કે લોકોના સ્વાસ્થ્યને ઘ્યાનમાં રાખીને હાલ બજારમાં કેરી પકવવા માટે કુદરતી રીત વાપરવામાં આવે છે, તેની વાત કરીએ તો એક મમાં કેરીના જથ્થાને એક સાથે મુકીને જેના પર ઘાસનો ડૂચો ભરીને રાખવામાં આવે છે અને તે મને બંધ કરી મના ખૂણે ખૂણામાં ઘાસના ડૂચાને આગ લગાડીને મને બંધ કરી દેવામાં આવે છે અને મને હીટ કરવામાં આવે છે, તેથી તે ઘાસની ગરમી થી થયેલ મનું વાતાવરણ કેરીને કુદરતી રીતે બે થી ચાર દિવસમાં પકવી નાખે છે.
અમુક જગ્યાએ એ પણ જોવા મળ્યું છે કે અમુક લાલચુ વેપારી પોતાના રૂપીયાના લાલચ માટે લોકોના સ્વાસ્થ્યથી ચેડા કરે છે એટલે કે કેરીનું કાર્બન પડીકી દ્વારા પકવવામાં આવે છે, કાર્બન પડીકી દ્વારા કેરી પાંચ થી આઠ કલાકમાં પાકી જાય છે, તે કાર્બન પડીકીના કારણે લોકોના શરીરમાં જાત જાતના ગંભીર રોગ થાય છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે રમત કરવામાં આવે છે.
હાલ જામનગરમાં ફુડ શાખા દ્વારા ફ્રુટ બજારમાં કોઇપણ જાતનું ચેકિંગ જોવા મળ્યું નથી, જે વેપારીઓ પોતાના પૈસાની લાલચમાં આવીને ફ્રુટ પકવવા માટે કાર્બન પડીકી કે ઇન્જેકશનો દ્વારા ફ્રુટ પકવે છે તેના માટે મનપા એ હજુ સુધી કંઇ પગલા લીધા નથી, જામનગરની જનતાને હાલ અમુક વેપારીઓ દ્વારા ફ્રુટના પમાં ઝેર પીરસવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆ 5 શાકભાજી છે કોલેસ્ટ્રોલના દુશ્મન, જો આહારમાં સામેલ કરશો ટો થશે અઢળક ફાયદા
November 20, 2024 01:47 PMકરાચીની જેલમાં મૃત્યુ પામેલ કોડીનાર પંથકના ખલાસીનો મૃતદેહ વતન લવાશે
November 20, 2024 01:36 PMદેશભરમાં અપહરણ અને ખંડણીના ગુન્હામાં સંડોવાયેલા બે ઈસમો સામે લગાડવામાં આવ્યો ગુજ સી ટોક
November 20, 2024 01:34 PMમેથીની ટેસ્ટી કઢી બનાવવાની જાણી લો સરળ રેસીપી, આગળા ચાટતા રહી જશે લોકો
November 20, 2024 01:34 PMસૌરાષ્ટ્રમાં સૌી વધુ ઠંડુ પોરબંદર સાડા ત્રણ ડિગ્રીનો એકસો ઘટાડો
November 20, 2024 01:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech