વૈકલ્પિક સ્ત્રોતોનું આયોજન: આ સપ્તાહમાં શહેરને મળશે નર્મદાના પાણી
ખંભાળિયા શહેરમાં પાણી પૂરું પાડતો ઘી ડેમ હાલ તળિયા ઝાટક હોવાથી શહેરમાં વિતરિત થતુ પાણી ડહોળું અને બિન આરોગ્યપ્રદ મનાય છે. ત્યારે ઘી ડેમ ખાલી થઈ ગયા બાદ અન્ય કેટલાક સ્ત્રોતો માટે નગરપાલિકા તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે.
ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી એકાંતરા પાણીનું વિતરણ કરાય છે. ત્યારે જો ચોમાસું ખેંચાય તો નગરજનોને પીવાના પાણીની હાલાકી ન થાય તે હેતુથી નગરપાલિકાના ચીફ ઓફિસર વ્યાસ તેમજ વોટર વર્કસ ઈજનેર નંદાણીયા દ્વારા કરવામાં આવેલા આ આયોજનમાં ઘી ડેમમાં રહેલા બે વિશાળ કુવાઓ, હોજ તેમજ ત્રંભાની વાવ ઉપરાંત અન્ય બોરમાં પણ પુષ્કળ પાણી પ્રાપ્ય બની રહે છે. પરંતુ હાલ ડેમમાં પાણી સાથે ગારો અને કીચડ હોવાથી ત્યાં સુધી જઈ શકાય તેમ નથી. આગામી દિવસોમાં પાણી સુકાઈ જાય ત્યારે આ બોર-કુવાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. આ માટે અહીં સુધી ઈલેક્ટ્રીક લાઈન નાખવા તેમજ જરૂર પડ્યે નવા બોર માટેનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ ઉપરાંત ખંભાળિયા શહેરના 35 ટકા વિસ્તાર કે જ્યાં ફૂલવાડી વોટર વકર્સમાંથી પાણીનું વિતરણ કરવામાં આવે છે. શહેરમાં તમામ સ્થળોએ પાણી વિતરણ વ્યવસ્થા સુદ્રઢ બની રહે તે હેતુથી ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તેમજ સાંસદ પૂનમબેન માડમ દ્વારા ખાસ અભિગમ દાખવીને પાણી પુરવઠા મંત્રી અને જિલ્લા પ્રભારી કુંવરજીભાઈ બાવળીયાને રજૂઆત કરી અને નર્મદાનું પાણી મળે તે માટે પ્રાધાન્ય આપવા જણાવ્યું હતું. જેને અનુલક્ષીને આ સપ્તાહમાં ખંભાળિયા શહેરને દરરોજ બે થી ત્રણ એમ.એલ.ડી. પાણી મળતું રહે તેવી વ્યવસ્થાનું આયોજન હાથ ધરાયું છે.
ઘી ડેમમાંથી અપાતા પાણીને પૂરતા પ્રમાણમાં ફિલ્ટર તેમાં ક્લોરીનેશન બાદ શહેરમાં વિતરણ કરવામાં આવે છે. જ્યાં સુધી વરસાદનું પાણી ઘી ડેમમાં સંગ્રહિત ન થાય ત્યાં સુધી નગરજનોને નિયમિત રીતે પાણી વિતરણ થાય તે માટે પાલિકા તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખંભાળિયાના ઘી ડેમમાં નર્મદાના નીર મળે તે માટે ગત માસમાં પણ પાલિકા દ્વારા સંબંધિત તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે હવે આગામી દિવસોમાં નગરજનોને પીવાના પાણીની સુચારૂ વ્યવસ્થા બની રહેતા પાણી બાબતે લોકો નિશ્ચિંત રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆ 5 શાકભાજી છે કોલેસ્ટ્રોલના દુશ્મન, જો આહારમાં સામેલ કરશો ટો થશે અઢળક ફાયદા
November 20, 2024 01:47 PMકરાચીની જેલમાં મૃત્યુ પામેલ કોડીનાર પંથકના ખલાસીનો મૃતદેહ વતન લવાશે
November 20, 2024 01:36 PMદેશભરમાં અપહરણ અને ખંડણીના ગુન્હામાં સંડોવાયેલા બે ઈસમો સામે લગાડવામાં આવ્યો ગુજ સી ટોક
November 20, 2024 01:34 PMમેથીની ટેસ્ટી કઢી બનાવવાની જાણી લો સરળ રેસીપી, આગળા ચાટતા રહી જશે લોકો
November 20, 2024 01:34 PMસૌરાષ્ટ્રમાં સૌી વધુ ઠંડુ પોરબંદર સાડા ત્રણ ડિગ્રીનો એકસો ઘટાડો
November 20, 2024 01:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech