સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ કચેરીનો જુનિયર ક્લાર્ક 10 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

  • November 19, 2024 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર એસીબીની ટીમે લાંચનું છટકુ ગોઠવ્યુ :  અન્ય જીલ્લામાં જામનગરની ટુકડીનો વધુ એક સપાટો


સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ કચેરીમાં ફરજ બજાવતા જુનિયર ક્લાર્કને 10 હજારની લાંચ લેતા જામનગરની લાંચ શ્વત  વિરોધી શાખાની ટીમે છટકુ ગોઠવી ને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. અરજદાર દ્વારા માહિતી અધિકાર ના કાયદા અન્વયે માંગવા માં આવેલ માહિતી પૂરી પાડવા માટે આ લાંચની રકમ માંગવામાં આવી હતી.


સુરેન્દ્રનગરમા ખાણ ખનીજ કચેરીમા જુનિયર કલાર્ક વર્ગ - 3 તરીકે ફરજ બજાવતા અમૃત ઉર્ફ આનંદ કેહરભાઇ એ એક અરજદાર પાસે રૂ 10 હજાર ની લાંચ ની રકમ ની માંગણી કરી હતી આથી અરજદાર દ્વારા જામનગર ની લાંચ રૂશ્વત વિરોધી શાખા માં ફરિયાદ કરતા જામનગરના પોલીસ ઇન્સ્પેક્ટર આર એન વિરાણી દ્વારા ગઇકાલે છટકુ ગોઠવવામાં આવ્યું હતું અને ખાણ ખનીજ કચેરીના ગેટ પાસે , બહુમાળી ભવન , સુરેન્દ્રનગર.માં રૂ.10 હજાર ની લાંચ લેતા જુનિયર કલાર્ક ને રંગે હાથ ઝડપી લેવાયો હતો અને તેણે સ્વીકારેલ લાંચ ની રકમ પોલીસે કબ્જે કરી તેની અટકાયત કરવામાં આવી હતી.


ફરિયાદીએ સીલીકા રેતીની લીઝની માંગણી કરી હતી. જે લાંબાગાળાથી પેન્ડીંગ હોય તેના માટે જરૂરી માહિતી મેળવવા માટે ફરિયાદીએ આરટીઆઈ અન્વયે માહીતી માંગી હતી. જે માહિતી , કચેરી તરફ થી અધૂરી મળી હતી. અને બાકી રહેલી માહિતી પૂરી કરી આપવા સારુ આ કામના આક્ષેપિત જેઓ આ માહીતી પોતાની કચેરી ખાતે તૈયાર કરવાની પ્રક્રીયા કરતા હોય તેમણે 10,000  લાંચની માંગણી આ કામના ફરિયાદી પાસે કરી હતી.


જે ગેરકાયેદસર લાંચની રકમ આ કામના ફરિયાદી આપવા માંગતા ન હોય આથી એ.સી.બી જામનગર નો સંપર્ક કરતા  ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ  આરોપી એ  લાંચ પેટે રૂ.10,000 સ્વીકારતાં જ  ઝડપી લેવાયા હતા. આ કામગીરીમાં રાજકોટ એસીબીના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના સુપરવિઝન હેઠળ જામનગર એસીબી પીઆઇ વિરાણી અને ટીમ દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application