હળવદમાં જાહેર રોડ પર કોઈ ઈંડા ફેંકી જતાં વેપારીઓમાં રોષ ભભૂકયો

  • November 22, 2024 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લ ા ઘણા સમયથી હળવદમાં ગેરકાયદેસર રીતે નોન વેજનું વેચાણ થઈ રહ્યું છે, ત્યારે ગુવાર બપોરના સમયે હળવદ શહેર ના રેલવે સ્ટેશન રોડ પર જાહેરમાં ઈંડા કોઈ અસામાજિક તત્વો એ જાહેર રસ્તામાં ફેકયા હોઈ ત્યારે આજથી ૨ દિવસ પહેલા પણ બસ સ્ટેન્ડ રોડ પર સંગીતા પાન પાસે નોન વેજના કટકા જાહેર મેઈન બજારમાં ફેકયા હોઈ ત્યારે આ પ્રકારે કોઈ હરામી અસામાજિક તત્વો ગેર કાયદેસર રીતે નોન વેજનું વેચાણ કરી અને આ પ્રકારની હલકી માનસકિતા દ્રારા શહેરની શાંતિને ડહોળવાનો હિન પ્રયાસ કરી રહ્યા છે, અસામાજિક તત્વો વિદ્ધ કાયદેસર ની કડક કાર્યવાહી થાય તેવી શહેરીજનોમાં  માંગણી ઉઠવા પામી છે, જાહેર રોડ પર કોઈ ઈંડા ફેંકી જતા વેપારીઓમાં રોષ ભભૂકયો છે.રેલ્વે સ્ટેશન રોડ પર મુરઘીના ઈંડા કોણ નાખી ગયો તેવા સવાલ  ઉઠાવા પામયોછે હળવદ  છોટા કાશી તરીકે ઓળખાયછે, આજ દિન સુધી જાહેર માં નોનવેઝ વેચાતું નથી ત્યારે જાહેર માં ઈંડા મળી આવતા રોષની લાગણી  વ્યાપી ગઈ હતી.જાહેરમાં આવા કૃત્યને પગલે વેપારીઓ બજરગં દળ વિશ્વ હિન્દુ પરિષદ માં  રોષની લાગણી ફેલાઈ છે.આવા નરાધમોને પકડી જાહેરમાં સરભરા કરવામાં આવે તેવી શહેરીજનોની માગણી છે,
હળવદમાં ચાલતા ગેરકાયદેસર માંસાહાર ના હાટડા જે સરકારી જગ્યા પર  અનઅધિકુત રીતે દબાણ  કરી ધમધમી રહ્યા છે તે તાત્કાલિક ધોરણે બધં કરાવવા આવે તેવી હળવદ અસ્મિતા મચં દ્રારા ચીફ ઓફિસર હળવદ પોલીસને  લેખીતમાં રજૂઆત કરવામાં આવી હતી.
હળવદ એ છોટાકાશી તરીકે જગવિખ્યાત છે,હળવદ  ભુદેવો ની ઐતિહાસિક અને સંસ્કારી નગરી છે,આજ દીન સુધી શહેર માં જાહેર માં કોઈ પણ પ્રકારનું માંસાહારનું વેચાણ થતું નથી, પરંતુ છેલ્લ ા કેટલાક સમયથી અમુક તત્વો દ્રારા  ખૂણે ખાચકે માંસાહાર નું ગેરકાયદેસર રીતે બેરોકટોક વહેંચણ થઈ રહ્યું છે ત્યારે આગામી સમયમાં આવી અસામાજિક પ્રવૃત્તિ  શહેરમાં થતી  અટકે  અને  ગુવાર બપોરના સમયે  રેલ્વે સ્ટેશન રોડ પર ઈંડાની ઘટનાથી હિન્દુ સંગઠનોમાં  રોષ ફેલાયો હતો.ગેરકાયદેસર ધમધમતા માંસ મટન હાટડાઓ તત્રં દ્રારા બધં કરાવવા આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application