ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 67 રનમાં 7 વિકેટ ગુમાવી,ભારતીય ટીમ 83 રનથી આગળ

  • November 22, 2024 04:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25ની પ્રથમ ટેસ્ટનો પ્રથમ દિવસ હતો. આ મેચમાં ભારતનો પ્રથમ દાવ માત્ર 150 રનમાં સમેટાઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ દાવમાં 67 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી છે. હવે મેચનો બીજો દિવસ કાલે રમાશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ આજથી પર્થમાં યોજાઇ હતી. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન જસપ્રીત બુમરાહે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ મેચમાં ભારતીય ટીમની બેટિંગ સુસ્ત રહી અને 150 રન સુધી જ સિમિત રહી. ઓસ્ટ્રેલિયાની ટીમ 67 રનમાં 7 વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી છે. ભારતીય ટીમ હજુ પણ મેચમાં 83 રનથી આગળ છે.

ભારતીય ટીમે છેલ્લા બે પ્રવાસમાં ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં હરાવ્યું છે. આ વખતે ભારતને  હેટ્રિકની તક છે. આ 'મહાસિરીઝ'માં કુલ 5 મેચો રમાવાની છે. આ મેચમાં નીતિશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણાએ ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. નાથન મેકસ્વીનીએ ઓસ્ટ્રેલિયા તરફથી ડેબ્યૂ કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application