એવું માનવામાં આવે છે કે ઊંઘ એ લોકોના સ્વાસ્થ્ય માટે સારો સાથી છે. જો સંતુલિત આહારની સાથે પૂરતી ઊંઘ મળી રહી હોય તો અડધી બીમારીઓથી દૂર રહી શકાય પરંતુ હવે જમાનો બદલાયો છે. સંશોધન દર્શાવે છે કે આ યુગમાં લોકો ઊંઘને ઓછું મહત્વ આપે છે. આ સમય દરમિયાન લોકો સોશિયલ મીડિયા અને મોબાઈલ પર સમય પસાર કરવાનું પસંદ કરે છે પરંતુ શું જાણો છો કે કયા દેશના લોકો સૌથી વધુ ઊંઘે છે?
સૌથી વધુ ઊંઘ લેનારા લોકોમાં નેધરલેન્ડ ટોચ પર
ગ્લોબલ સ્લીપ સર્વે અનુસાર સૌથી વધુ ઊંઘ લેનારા લોકોમાં નેધરલેન્ડ સૌથી ઉપર છે. નેધરલેન્ડમાં લોકો સરેરાશ 8.1 કલાક ઊંઘે છે. આ પછી ફિનલેન્ડ વિશ્વમાં બીજા સ્થાને છે, જ્યાં લોકો દરરોજ 8 કલાક ઊંઘે છે. નેધરલેન્ડ અને ફિનલેન્ડ પછી ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સના લોકો દરરોજ 7.9 કલાકની ઊંઘ લે છે.
આ દેશોના લોકો સૌથી વધુ ઊંઘે છે
આ સિવાય ન્યૂઝીલેન્ડ અને યુનાઇટેડ કિંગડમ આ યાદીમાં ચોથા સ્થાને છે. ન્યુઝીલેન્ડ અને યુનાઇટેડ કિંગડમમાં લોકો સરેરાશ 7.7 કલાક ઊંઘે છે. જ્યારે કેનેડા અને ડેનમાર્ક પાંચમા સ્થાને છે. આ બંને દેશોના લોકો સરેરાશ 7.7 કલાક ઊંઘે છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા આ યાદીમાં છઠ્ઠા સ્થાને છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં લોકો દરરોજ સરેરાશ 7.6 કલાક ઊંઘે છે.
સાતમા નંબર પર ઇટાલી અને બેલ્જિયમ
ઇટાલી અને બેલ્જિયમ સાતમા સ્થાને છે. ઇટાલી અને બેલ્જિયમમાં લોકો દરરોજ સરેરાશ 7.5 કલાક ઊંઘે છે. જ્યારે સ્પેન, જાપાન અને દક્ષિણ કોરિયાના લોકો દરરોજ 7.4 કલાકની ઊંઘ પૂરી કરે છે. બ્રાઝિલના લોકો દરરોજ સરેરાશ 7.3 કલાક ઊંઘે છે. પછી મેક્સિકો આ લિસ્ટમાં 10માં નંબર પર છે. મેક્સિકન લોકો દરરોજ સરેરાશ 7.3 કલાક ઊંઘે છે.
આ મામલે ભારત ક્યાં છે?
પૂરતી ઊંઘ મેળવવાના મામલે ભારત અને ચીન સંયુક્ત રીતે વિશ્વમાં 11મા ક્રમે છે. ભારત અને ચીનમાં લોકો દરરોજ સરેરાશ 7.1 કલાક ઊંઘે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech