હાલમાં હળવદ તાલુકાના ટીકર રણમાં અગરિયાઓની મીઠાની મોસમ શઆત થતા અગરિયાઓ પેટે પાટા બાંધી કાળી મજૂરી કરી મીઠું પકવવાનું કામની શઆત કરી રહ્યા છે રણમાં જુદા જુદા વિસ્તારોમાં અગરીયાઓએ કુવા ગાળવાની પ્રક્રિયા હાથ ધરી છે ત્યારે ગુવારે હળવદ તાલુકાના ટીકર રણમાં કુવો ગાળતી વેળાએ ગેસ ગળતર થતા એક અગરીયાનુ મોત નીપયું છે. યારે અન્ય બે અગરીયાઓને હળવદ સરકારી હોસ્પિટલમાંથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા,
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ટિકર(રણ) ગામે અગરિયા પરિવારો અત્યારે મીઠાની સિઝન હોવાથી રણમાં કામગીરી કરતા હોયછે ત્યાંરે કૂવો ગાળતી વેળાએ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ગેસ ગળતર થતા ટીનાભાઈ અમરશીભાઈ રાણેવાડિયા ઉ.વ.૩૦ રહે. સુંદરગઢનું મૃત્યુ થયું છે. યારે સાગર અમરશીભાઈ રાણેવાડિયા ઉ.વ. ૨૫ રહે.સુંદરગઢ અને ભરતભાઈ ચતુરભાઈ રાણેવાડિયા ઉ.વ.૨૫ને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. આ બન્ને ઇજાગ્રસ્તોને હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડાતા તેઓની સારવાર બાદ વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે યારે ટીના ભાઈના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ત્યારે હળવદ તાલુકાના ટીકર (રણ) ગામે રણ વિસ્તારમાં ગેસ ગળતરની ઘટનાથી એકનું મોત નીપયું હતું યારે બે અગરિયાઓ સારવાર હેઠળ છે જે ઘટનાથી અગરિયાઓમાં શોકનું મોજુ વ્યાપી જવા જવા પામ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ અને ગોળ એક જ વસ્તુમાંથી બને છે, તો ખાંડ સ્વાસ્થ્ય માટે જોખમી અને ગોળ ફાયદાકારક એવું કેમ
November 22, 2024 04:44 PMજાણો ક્યા દેશના લોકો સૌથી વધુ ઊંઘે છે; વિશ્વમાં ભારત ક્યા નંબર પર?
November 22, 2024 04:29 PMએલોવેરામાં આ વસ્તુઓ મિક્સ કરીને વાળમાં લગાવાથી શિયાળામાં ડેન્ડ્રફથી મળશે છુટકારો
November 22, 2024 04:27 PMઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 67 રનમાં 7 વિકેટ ગુમાવી,ભારતીય ટીમ 83 રનથી આગળ
November 22, 2024 04:23 PMમનીષ સિસોદિયાએ જામીનની શરતોમાં માંગી છૂટછાટ, સુપ્રીમ કોર્ટે CBI અને ED પાસેથી માંગ્યો જવાબ
November 22, 2024 04:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech